News Continuous Bureau | Mumbai
શીના બોરા(Sheena Bora) મર્ડર કેસમાં(murder case) જેલમાં બંધ ઈન્દ્રાણી મુખર્જીને(Indrani Mukherjee) જામીન(Bail) મળી ગયા છે.
ઈન્દ્રાણી મુખર્જી પોતાની પુત્રી શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી(Accused) છે. તે 6 વર્ષથી વધુ સમયથી જેલમાં છે તેના આધારે સુપ્રીમ કોર્ટે(Supreme court) જામીનનો આદેશ આપ્યો છે.
ઈન્દ્રાણીએ દલીલ કરી હતી કે તેની ટ્રાયલ છ વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે.
અત્યારે તેની પર જલ્દી કાર્યવાહી થવાની કોઈ શક્યતા નથી.
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રાણી મુખર્જીની વર્ષ 2015માં ધરપકડ કરવામાં આવી હતી. તે મુંબઈની(Mumbai) ભાયખલા(Byculla) મહિલા જેલમાં બંધ છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો! દેશમાં ફાઇવજી ટેકનોલોજી લોન્ચ થાય તે પહેલા 6G સેવા પર કામ શરુ, આ વર્ષના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો સરકારનો લક્ષ્યાંક