Site icon

ભારતની તમામ ભાષાઓની જનની સંસ્કૃત નહીં બને ભારતની રાષ્ટ્રભાષા- સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી અને પુછ્યો આ સવાલ

News Continuous Bureau | Mumbai

દેવોની ભાષા સંસ્કૃત(Sanskrit)ને રાષ્ટ્ર ભાષા ઘોષિત કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme court) દ્વારા ફગાવી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

જાહેરહિતની અરજી પર સુનાવણી(Hearing)દરમિયાન કોર્ટે કહ્યું કે, આ એક નીતિગત નિર્ણય છે અને તેના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર હોય છે. કોર્ટે અરજદારને પૂછ્યું કે, શું તમે સંસ્કૃત બોલો છો? શું તમે સંસ્કૃતમાં એક લાઈન બોલી શકો છો અથવા તમારી રિટ અરજીની પ્રાર્થનાનો સંસ્કૃતમાં અનુવાદ(Translation) કરી શકો છો? તેના પર અરજદારે એક શ્લોક(Shlok) સંભળાવ્યો ત્યારે કોર્ટે જવાબમાં કહ્યું કે આ તો બધાને ખબર છે.

દરમિયાન અરજીકર્તાએ બ્રિટિશ (British) રાજ દરમિયાન કલકત્તા(Kolkata) ના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ(FOrmer judge) ના નિવેદનનો હવાલો આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓ(Languages) માંથી સ્પષ્ટ છે કે, સંસ્કૃત માતૃભાષા છે. કોર્ટે કહ્યું કે, અમે પણ એ માનીએ છીએ, હિન્દુ(Hindu) અને રાજ્યોની કેટલીય ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે. પણ તેના આધાર પર કોઈ પણ ભાષાને રાષ્ટ્રભાષા(National Language) ઘોષિત કરી શકાય નહીં. અમારા માટે ભાષા ઘોષિત કરવી બહુ અઘરું છે.

આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે  WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત

કોર્ટે એમ પણ પૂછ્યું કે ભારતમાં કેટલા શહેરોમાં સંસ્કૃત બોલવામાં આવે છે? અરજદારનું કહેવું છે કે, કેન્દ્ર તરફથી તેના પર ચર્ચા ઈચ્છીએ છીએ અને કોર્ટનો એક હસ્તાક્ષેપ સરકારના સ્તર પર ચર્ચા શરૂ કરવામાં મદદરૂપ થશે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રિટાયર્ડ બ્યૂરોક્રેટ ડીજી વણઝારા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.  

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version