Site icon

નોકરીઓમાં EWS અનામતની માન્યતા પર આજે ચુકાદો સંભળાવશે સુપ્રીમ કોર્ટ- સરકારી નોકરીમાં 10 ટકા અનામતનો કેસ 

News Continuous Bureau | Mumbai

આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાના મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. કોર્ટમાં EWS અનામત(EWS reservation) માટે જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાની (constitutional amendments) માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટિસ દિનેશ મહેશ્વરી(chief Justice U.U. Lalit and Justice Dinesh Maheshwari), એસ. રવિન્દ્ર ભટ, બેલા એમ. ત્રિવેદી અને જેબી પારડીવાલાની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે.

Join Our WhatsApp Community

સાત દિવસ સુધી ચાલી સુનાવણી 

જણાવી દઈએ કે આ કેસની મેરેથોન સુનાવણી લગભગ સાત દિવસ સુધી ચાલી હતી, જ્યાં વરિષ્ઠ વકીલોએ(Senior advocates) અરજદારોની તરફેણમાં દલીલો કરી હતી, ત્યારબાદ (તત્કાલીન) એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ(Attorney General K.K. Venugopal) અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EWS ક્વોટાના બચાવમાં તેમની દલીલો રજૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  જમ્મુ-કાશ્મીર- પંજાબ સહિત આટલા રાજ્યોમાં હિંદુઓને લઘુમતી જાહેર કરવાની ઉઠી માંગ-મોદી સરકારે સુપ્રીમ પાસે સમય માગ્યો 

સરકારે કાયદાનો બચાવ કર્યો

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં આર્થિક આધાર પર અનામતને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે અને કહ્યું છે કે તે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. સરકારે કોર્ટમાં કાયદાનું સમર્થન કરતાં કહ્યું હતું કે આ કાયદો અત્યંત ગરીબો માટે અનામતની જોગવાઈ કરે છે. આ અર્થમાં, તે બંધારણના મૂળભૂત માળખાને મજબૂત બનાવે છે. તે આર્થિક ન્યાયના ખ્યાલને સાર્થક કરે છે. તેથી, તે મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે એમ કહી શકાય નહીં. સુનાવણીની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટે વિચારણા માટે બંધારણીય પ્રશ્નો નક્કી કરી લીધા હતા.

અરજીકર્તાએ કહ્યું- આ બંધારણ સાથે છેતરપિંડી 

અરજદારોમાંના એકનું પ્રતિનિધિત્વ કરતા કાનૂની વિદ્વાન ડૉ. જી. મોહન ગોપાલે દલીલ કરી હતી કે વર્ગોનું વિભાજન, અનામત આપવા માટે પૂર્વ-શરત તરીકે આવશ્યક ગુણવત્તા, બંધારણના મૂળભૂત માળખાનો વિરોધાભાસ કરે છે. અગાઉ, ગોપાલે દલીલ કરી હતી કે 103મો સુધારો બંધારણ સાથે છેતરપિંડી છે અને વાસ્તવિકતા એ છે કે તે જાતિના આધારે દેશને વિભાજિત કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય-પાડોશી દેશોમાંથી આવેલા અલ્પસંખ્યકોને હવે આ કાયદા અંતર્ગત મળશે ભારતીય નાગરિકતા

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version