Site icon

‘મહારાજા’ની 69 વર્ષ બાદ ઘરવાપસી, એર ઈન્ડિયાને ટાટા જૂથને સોંપવાની પ્રક્રિયા થઈ પૂર્ણ; ચેરમેનએ આપી આ જાણકારી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022    

Join Our WhatsApp Community

ગુરુવાર.

દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ બાદ ફરી એકવાર ટાટા ગ્રુપનો હિસ્સો બની છે.

ટાટા ગ્રુપે દિલ્હીમાં સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે. 

પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે ટાટા ગ્રુપમાં એર ઈન્ડીયાને પરત આવેલી જોઈને અમે ખૂબ ખુશ છીએ.

તેમણે કહ્યું કે એરલાઈન હસ્તાંતરણની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવાઈ છે અને હવેથી એર લાઈન ટાટા ગ્રુપની કંપનીઓના હિસ્સો બની તે જાણીને અમે ખૂબ ખુશ છીએ. 

એર ઈન્ડીયાએ કેન્દ્ર સરકારને ફાઈનલ પેમેન્ટની ચુકવણી કરી દીધી છે અને આ ચુકવણી બાદ ટાટા ગ્રુપે સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે. 

ઉલ્લેખનીય છે કે સરકારે પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે 18,000 કરોડ રુપિયામાં એર ઈન્ડીયાને ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધી હતી. આ ટાટા સમુહની હોલ્ડિંગ કંપનીનું પેટા યુનિટ છે. 

હવે બજારમાં મળશે આ એન્ટિ-કોવિડ-19 રસીઓ, કેન્દ્ર સરકારે આપી દીધી શરતી મંજૂરી, આટલી હોઈ શકે છે કિંમત

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version