ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
વૈશ્વિક કોરોના મહામારી શરૂ થયા બાદ બધા દેશોએ પોતાની સીમા પર તાળા લગાવ્યા હતા. હવે ઘણા દેશો પોતાની સીમા ખોલી રહ્યા છે. કેનેડા સરકારે પણ તેની સરહદ પર લગાવેલા પ્રતિબંધ હટાવી લીધા છે. ભારતથી કેનેડા જનારા લોકો આ સારા સમાચાર છે.
કેનેડાએ ભારતથી આવનારી બધી જ ડાયરેક્ટ કમર્શિયલ અને પ્રાઇવેટ પેસેન્જર ફ્લાઇટ ઉપરથી પ્રતિબંધ હટાવવા માટે મંજૂરી આપી દીધી છે.
ઓનલાઇન ભણાવો પણ આવી લત છોડાવો. શિક્ષણ વિભાગે બાળકો સંદર્ભે આ નિર્દેશ આપ્યા
કેનેડાનો પ્રવાસ કરતાં પહેલાં પ્રવાસીઓએ પ્રવાસના ૧૮ કલાક પહેલાં દિલ્હી એરપોર્ટ પરની જેનેસ્ટ્રીંગ પ્રયોગશાળામાંથી કરાવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે.
પૂર્ણ રસીકરણ થયેલા પ્રવાસીઓએ સંબંધિત જાણકારી અરાઈવકેન મોબાઇલ એપ કે વેબસાઈટ ઉપર અપલોડ કરવી પડશે. જે આ જાણકારી નહીં આપે તેને પ્રવેશ નહીં મળે.
