Site icon

અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નૂરજહાંની મુશ્કેલીઓ વધી. જો લગ્ન નથી કર્યા તો ઇલેક્શન એફિડેવિટમાં પરિણીત કેમ લખ્યું? ભાજપે આ ગંભીર પગલું ભર્યું. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

પશ્ચિમ બંગાળના સાંસદ અને અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા નુસરત જહાંનાં લગ્નનો કેસ હવે લોકસભા સુધી પહોંચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મૌર્યાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને નુસરત જહાંની લોકસભાની સભ્યતા રદ્દ કરવાની માગ કરી છે.

સંઘમિત્રા મૌર્યએ પત્રમાં કહ્યું છે કે “નુસરત જહાંનું આચરણ અવિવેકી છે, લગ્નને લઈને તેમણે પોતાના મતદારોને અંધારામાં રાખ્યાં છે, ઉપરાંત સંસદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. આ મામલો સંસદની એથિક્સ સમિતિને મોકલવો જોઈએ અને તપાસ હાથ ધરી નુસરત જહાં પર કાર્યવાહી કરવી જોઈએ.”

દેશમાં હાંફવા લાગ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીનો આંક બમણો થયો ; જાણો આજના નવા આંકડા

ઉલ્લેખનીય છે કે નુસરત જહાંનાં લગ્ન શરૂઆતથી જ વિવાદોમાં રહ્યાં છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં ત્યારે  બંગાળના મૌલાનાઓએ તેમની સામે ફતવો બહાર પાડ્યો હતો. ઉપરાંત જ્યારે તે સંસદમાં સિંદૂર લગાવી પહોંચી હતી ત્યારે પણ વિવાદ થયો હતો. તાજેતરમાં બંને વચ્ચે મનમેળ ન હોવાની ચર્ચા ચાલી રહી છે. નુસરત જહાં ગર્ભવતી છે, એમ પણ અહેવાલો સૂચવે છે.

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version