Site icon

હવે ગમે ત્યાંથી કરી શકશો મતદાન- ચૂંટણી આયોગના ધ્યાને છે આવી મસ્ત યોજના-જાણો શું છે પ્લાન

Election

Election

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ચૂંટણી આયોગ(Election Commission) એક નવા પ્રયોગના ભાગરૂપે રિમોટ વોટિંગ(Remote voting) માટેના પ્રયાસ કરી રહ્યું છે. ચૂંટણી આયોગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રવાસી મતદાતાઓના(Tourist voters) મુદ્દાઓની તપાસ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવશે. ચૂંટણી પર્યવેક્ષકે જણાવ્યું છે કે, ‘રિપોર્ટ મળ્યા બાદ રાજનીતિક દળો(Political forces) સહિત તમામ હિતધારકો સાથે વ્યાપક સ્તરે ચર્ચા કરવામાં આવશે.’

મીડિયામાં પ્રકાશિત  રિપોર્ટ અનુસાર એક અધિકારીએ નામ ન આપવાની શરત પર આ અંગે જાણકારી આપી હતી કે, ‘પ્રવાસી શ્રમિકોને(Migrant workers) થતી સમસ્યાઓને જાણવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ. વોટિંગને સુવિધાજનક કેવી રીતે બનાવી શકાય તે માટે કયા પ્રકારની ટેકનિકનો(Techniques) ઉપયોગ કરી શકાય છે, તે અંગે જાણકારી મેળવવાની જરૂરિયાત છે.’

મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી આયોગે સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોની વસ્તી જાણવા માટે મેપિંગ( Mapping)શરૂ કરવાની યોજના બનાવી છે. જેનાથી રિમોટ વોટિંગ શરૂ કરવા માટે એક રોડ મેપ(Road map) તૈયાર કરી શકાશે. મુખ્ય ચૂંટણી અધિકારી(Chief Electoral Officer) રાજીવ કુમારની(Rajiv Kumar) અધ્યક્ષતા હેઠળ મંગળવારે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી અનૂપ ચંદ્ર પાંડે(Anoop Chandra Pandey) પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર પાંડેએ ૩ જૂનના રોજ ઉત્તરાખંડના(Uttarakhand) ચમોલી જિલ્લાના(Chamoli district) દુમક અને કલગોથ ગામના અંતરિયાળ મતદાન વિસ્તારોની મુલાકાત લીધી હતી. લગભગ ૧૮ કિમીનો રસ્તો પાર કર્યા બાદ ચૂંટણી આયોગની આ બેઠક યોજવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મોટી તૈયારી- આવતીકાલે દેશભરમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ- આ તારીખે યોજી શકે છે શક્તિ માર્ચ-જાણો વિગતે 

ચૂંટણી આયોગે  જણાવ્યું હતું કે, ‘દુમક અને કલગોઠના ગામડાઓમાં ૨૦થી ૨૫ ટકા મતદાતાઓ મત આપવા માટે અસમર્થ છે. આ મતદાતાઓએ નોકરીના કારણે અથવા શૈક્ષણિક ગતિવિધિઓના(Educational activities) કારણે મોટાભાગે ગામની બહાર અથવા રાજ્યની બહાર જવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રવાસી મતદાતાઓ માટે રિમોટ વોટિંગની સુવિધા ઊભી કરવી તે એક મહત્વપૂર્ણ પગલું હશે.’ 

કાર્યસ્થળ પરથી મત આપવા માટે મંજૂરી આપીને ચૂંટણી આયોગ રિમોટ વોટિંગની સંભાવના પર વિચાર કરી રહ્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ૧૦ મિલિયન પ્રવાસી શ્રમિકની નોંધણી ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ અનુસાર ડાક મતપત્રની સુવિધા માત્ર સેનાના જવાનો માટે ઉપલબ્ધ છે.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version