Site icon

મોદી- એક દિવસ આ ચાકુ તારા ગળે પહોંચશે-સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને ચાકુ દેખાડી આપી ધમકી-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

નુપુરના(Nupur sharma) સમર્થનમાં પોસ્ટ મુકવા બદલ રાજસ્થાનના(Rajasthan) ઉદયપુરના(Udaipur) ધનમંડી(Dhanmandi) વિસ્તારમાં માલદાસ રોડ પર ત્રણ શખ્સોએ કન્હૈયાલાલ(Kanhaiyalal) નામના એક દુકાનદારનું ગળું કાપીને દિનદહાડે હત્યા(Murder) કરી નાખી હતી. કન્હૈયાલાલની હત્યા બાદ હુમલાખોરો દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને(Prime Minister Narendra Modi) જાનની મારી નાખવાની ધમકી(Death threat) આપવામાં આવી છે. તેથી ખળભળાટ મચી ગયો છે અને પોલીસે મોટા પાયા(police investigation) પર તપાસ ચાલુ કરી દીધી છે.

Join Our WhatsApp Community

કન્હૈયાલાલના 8 વર્ષના પુત્રએ નૂપુર શર્માના સમર્થનમાં પોતાના મોબાઈલ પર એક પોસ્ટ કરી હતી. આનાથી કેટલાક લોકો નારાજ થઈ ગયા હતા અને ત્યાર બાદ ત્રણ આરોપીઓએ ધારદાર છરી વડે કન્હૈયાલાલની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં(Hindu organizations) આક્રોશ જોવા મળી રહ્યો છે. કન્હૈયાલાલની હત્યા બાદ હુમલાખોરોએ(attackers) એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેણે ધારદાર છરી બતાવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર લાગ્યો રેપનો આરોપ-નોંધાઈ FIR-જાણો વિગતે 

આ વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નૂપુર શર્માની હત્યા કરવાની ધમકી આપવામાં આવી છે. ઉદયપુરમાં એક દુકાનદારનું માથું કાપી નાખવામાં આવ્યું છે. એ નરેન્દ્ર મોદી, તમે આગ લગાવી છે અને અમે તેને બુઝાવીશું. હું પ્રાર્થના કરું છું કે એક દિવસ આ છુરો તમારા ગળા સુધી પહોંચે. હવે ઉદયપુરની જનતાએ એક જ નારો આપવો જોઈએ. હવે ભૂલની એકમાત્ર સજા શિરચ્છેદ છે.' એમ આરોપીએ વીડિયોમાં જણાવ્યું હતું. 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે(Chief Minister Ashok Gehlot) ટ્વીટ કરીને ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યાની નિંદા કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. ગેહલોતે બધાને શાંત રહેવાની અપીલ પણ કરી હતી.
 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version