Site icon

ના હોય, રાજ્યસભામાં આ એક જ બિલ ઉપર 200 વાર થયું મતદાન, જાણો શું છે કારણ 

BJP MP Kirori Lal Meena introduces UCC Bill in Rajya Sabha

રાજ્યસભામાં રજૂ કરાયું યુનિફોર્મ સિવિલ કોડને લગતું ખાનગી સભ્યનું બિલ, વિપક્ષે મચાવ્યો ભારે હોબાળો

 News Continuous Bureau | Mumbai

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એક એવું બિલ રાજ્યસભામાં પસાર થયું હતું. રાજ્યસભામાં મંગળવારે લાંબી ચર્ચા, નાણા મંત્રીના 2 કલાક 20 મિનિટના જવાબ સામે, આ વિધેયકમાં 200 જેટલા ફેરફારના સૂચનો હોવા છતાં માત્ર 20 જ મિનિટમાં વોઇસ વોટ (એટલે કે બિલની સામે કે તરફેણમાં મતદાન નહિ પણ માત્ર હા અને ના ના અવાજ)થી પસાર થયું હતું.

Join Our WhatsApp Community

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટ્ન્ટસ એન્ડ કંપની સેક્રેટરી એમેન્ડમેન્ટ બિલ 2022 આ રીતે પસાર થયું હતું. આ બિલને પસાર કરવામાં ગૃહનો 18 ટકા સમય લાગ્યો હતો. CPI(M)ના જ્હોન બ્રિટાસે સુધારા માટે નિયમ 163 હેઠળ નોટિસ આપી હતી. જ્યારે સીપીઆઈના બિનય વિશ્વમે પણ કેટલાક સુધારાની દરખાસ્ત કરી હતી. ગૃહ દ્વારા બીલની તમામ દરખાસ્તોને મંજૂરી લેવી જરૂરી હતી. આ કારણે બિલ પસાર કરવા માટે રાજ્યસભામાં 200 વખત વોઇસ વોટ લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસે એટલે કે આ તારીખે દેશભરમાં જાહેર રજા રહેશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું; જાણો વિગતે 

આ વિધેયક થકી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ એમ ત્રણેય સંસ્થાના વ્યવસાયિકો અને તેના કાયદા હેઠળ નોંધાયેલી ફર્મ સામે શિક્ષાત્મક કાર્યવાહી, દેખરેખ અને નિયંત્રણ શક્ય બનશે. કોર્પોરેટ અફેરસ મંત્રાલયના સચિવ અને ત્રણેય સંસ્થાના પ્રતિનિધિઓની એક સમિતિ આ પ્રકારે વ્યવસાય ઉપર દેખરેખ રાખશે.

જોકે કોંગ્રેસ, તૃણમૂલ, DMKએ આ બિલની ટીકા કરી હતી અને વિરોધ કરતા તેને વ્યવસાયિકોની સ્વાયત્તતા ઉપર તરાપ ગણાવ્યો હતો. વિરોધ પક્ષોની ધારણા છે કે સમિતિમાં જે લોકો આ ત્રણ સંસ્થા અંગે કોઈ અનુભવ ધરાવતા નથી, જે સભ્ય નથી એવા લોકોની નિમણૂક થશે જેથી કાયદો એકદમ નરમ બની જશે.

ઉલ્લેખનીય છે કે લોકસભામાં આ બિલ ગત 30 માર્ચના રોજ મંજૂર થયું હતું. હવે રાષ્ટ્રપતિની સહી બાદ આ ફેરફાર અમલમાં બનશે. 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version