ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે.
સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર ઓક્ટોબરમાં WPI 10.66 ટકાથી વધીને 12.54 ટકા થયો છે. જે પાંચ મહિનાની ટોચે હોલસેલ ફુગાવો પહોંચ્યો છે
સાથે જ ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ મોંઘવારી દર 1.14 ટકાથી વધીને 3.06 ટકા થયો છે.
જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો ઈંધણ અને વીજળીના ભાવમાં વધારાને કારણે નોંધાયો છે.
આ ઉપરાંત ઉત્પાદિત ઉત્પાદનોના ભાવમાં વધારો પણ ફુગાવાની આ અસર માટે જવાબદાર છે.
જો કે, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરીને તેની કિંમતોમાં ઘટાડો કર્યો છે. એટલા માટે નવેમ્બર મહિનામાં દરમાં ઘટાડો થઈ શકે છે. .
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 10.66 ટકા હતી.