Site icon

Divya Kala Mela: દેશભરમાંથી આવનાર દિવ્યાંગ સાહસિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી માટે દસ દિવસીય દિવ્ય કલા મેળો યોજાશે

Divya Kala Mela: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી વિરેન્દ્રકુમારના હસ્તે દિવ્ય કલા મેળાનો શુભારંભ થશે. તા.૨૯ ડિસેમ્બર થી ૦૭ જાન્યુઆરી સુઘી દશ દિવસીય દિવ્ય કલા મેળો-૨૦૨૩ યોજાશે.

A ten-day Divya Kala Mela will be held for the purchase of goods produced by Disabled entrepreneurs from across the country

A ten-day Divya Kala Mela will be held for the purchase of goods produced by Disabled entrepreneurs from across the country

News Continuous Bureau | Mumbai

Divya Kala Mela: ભારત સરકારના ( Indian Govt ) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ( Ministry of Social Justice and Empowerment ) દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ ( DEPWD ) દ્વારા દેશભરના દિવ્યાંગ સાહસિકો ( Disabled entrepreneurs ) , કારીગરોના ( artisans ) ઉત્પાદનો અને કારીગરીનું પ્રદર્શનના આશયથી અઠવાલાઇન્સ સ્થિત SMC પાર્ટી પ્લોટ-૧,૨ ખાતે આગામી તા.૨૯ ડિસેમ્બર થી ૦૭ જાન્યુઆરી સુઘી દશ દિવસીય દિવ્ય કલા મેળો-૨૦૨૩ યોજાશે. 

Join Our WhatsApp Community

          દિવ્યાંગ સાહસિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદી કરવાની ઉમદાતક સુરતીજનોને ( Surat ) મળશે. આ મેળાનું ઉદ્ઘાટન તા.૨૯ ડિસેમ્બરના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી વિરેન્દ્રકુમારના હસ્તે શુભારંભ થશે. આ કાર્યક્રમ શ્રી નવીન શાહ, IFS, CMD, NDFDC, ભારત સરકાર અને અગ્રણી NGO અને દિવ્યાંગો માટે કામ કરતી અન્ય સંસ્થાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે

           આ મેળામાં જમ્મુ અને કાશ્મીર,ઉત્તર પૂર્વી રાજ્યો સહિત દેશના ૨૦ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ ૧૦૦થી વધુ દિવ્યાંગ કારીગરો/કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન કરશે. જેમાં ઘરની સજાવટ અને જીવનશૈલીના સામગ્રી, કપડાં, સ્ટેશનરીના સામાન, ફૂડ, ઓર્ગેનિક ઉત્પાદનો, રમકડાં, આભુષણો કલાત્મક ચિત્ર,પેઇન્ટિંગ જેવી ચીજવસ્તુઓ જોવા મળશે. દિવ્યાંગ કારીગરો દ્વારા બનાવેલ ચીજવસ્તુઓને ખરીદી ‘વૉકલ ફોર લોકલ’  સુત્રને સાર્થક કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો :  Express Train: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે.

              દશ દિવસીય ‘દિવ્ય કલા મેળો’ સવારે ૧૧.૦૦ થી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. દિવ્યાંગ કલાકારો અને જાણીતા વ્યાવસાયિકો દ્વારા પ્રદર્શન સહિત અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રવાસીઓ દેશના વિવિધ પ્રદેશોમાંથી તેમના મનપસંદ ખોરાકની પણ મજા માણી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version