Site icon

Taj Mahal: ગંગા જળ ચઢાવવા તાજમહેલ પહોંચી મહિલા, કહ્યું-ભગવાન શિવે સ્વપ્નમાં આવીને આવું કરવા… જાણો વિગતે.

Taj Mahal: કાવડ યાત્રી મહિલાએ દાવો કર્યો હતો કે ભગવાન શિવે તેના સ્વપ્નમાં તાજમહેલમાં ગંગાજલ અર્પણ કરવાની સૂચના આપી હતી, પરંતુ પોલીસે તેને અટકાવી દીધી હતી.

A woman reached the Taj Mahal to offer Ganga water, said - Lord Shiva came in a dream to do this... know more.

A woman reached the Taj Mahal to offer Ganga water, said - Lord Shiva came in a dream to do this... know more.

News Continuous Bureau | Mumbai

Taj Mahal:  ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત તાજમહેલમાં ગંગા જળ ( Gangajal ) ચઢાવવા માટે સોમવારે એક મહિલા કાવડ યાત્રી ( Woman  ) પહોંચી હતી. તેણે દાવો કર્યો કે ભગવાન શિવ તેના સ્વપ્નમાં આવ્યા હતા. તેણે તાજમહેલ જઈને ગંગા જળ ચઢાવવાનું કહ્યું હતું. 

Join Our WhatsApp Community

જો કે, તાજમહેલની સુરક્ષા માટે તૈનાત અધિકારીઓએ મહિલાને અહીં ગંગાજળ ચઢાવવા દીધું ન હતું. આ કાવડ યાત્રી ( Kanwariya ) મીના રાઠોડ છે. તે જમણેરી જૂથની સભ્ય છે. તેણે દાવો કર્યો હતો કે, તાજમહેલ વાસ્તવમાં તેજો મહાલય છે. મીનાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, હું ગંગા જળ ચડાવવા તેજો મહેલમાં આવી હતી. ભગવાન શિવે ( Lord Shiv ) મને સ્વપ્નમાં આવું કરવાનું કહ્યું હતું. આ પછી હું કાવડ યાત્રા પર નીકળી હતી. જો કે, અહીં તૈનાત પોલીસકર્મીઓએ મને ગેટ પર જ રોકી દીધી હતી અને મને અંદર જવા માટે મંજૂરી ન આપી હતી.

Taj Mahal: અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રવક્તાએ આ મહિલા કાવડ યાત્રીનું સમર્થન કર્યું હતું…

તાજ સિક્યુરિટીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મહિલાને પશ્ચિમ ગેટ બેરિયર પર રોકવામાં આવી હતી. તેને તાજમહેલમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી.  કારણ તેણે પોતે રાજેશ્વર મંદિરમાં ગંગા જળ અર્પણનું નક્કી કર્યું હતું.

અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રવક્તાએ આ મહિલા કાવડ યાત્રીનું સમર્થન કર્યું હતું. તેમણે સમર્થન આપતા તેમના નિવેદનમાં કહ્યું હતું કે, તાજમહેલ વાસ્તવમાં ભગવાન શિવનું મંદિર છે. અહીં ગંગા જળ ચઢાવવાનો તેમનો અધિકાર છે. 

આ સમાચાર પણ વાંચો  :  Pradeep Sharma Shiv Sena: મનસુખ હિરેન અને એન્ટિલિયા બોમ્બ કેસના આરોપી પ્રદીપ શર્માની પત્ની અને પુત્રીઓ હવે શિવસેનામાં જોડાઈ… જાણો વિગતે..

Taj Mahal: તાજમહેલ ઘણીવાર વિવાદોમાં રહ્યો છે…

ઉલ્લેખનીય છે કે, તાજમહેલ ઘણીવાર વિવાદોમાં રહ્યો છે. જમણેરી જૂથો તેને શિવ મંદિર (  Shiv Mandir ) હોવાનો દાવો કરે છે. આ દાવાને ફગાવીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 2017માં કોર્ટને કહ્યું હતું કે સ્મારક એક મકબરો છે, મંદિર નથી.

તાજમહેલ સફેદ આરસપહાણથી બનેલો વિશાળ સમાધિ સ્મારક છે. તે મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પત્નીની યાદમાં 1631 અને 1648 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું.  તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version