Site icon News Continuous Bureau | Mumbai

આદર પુનાવાલા એ ભારત છોડી દીધું. પાછા આવશે? ખરેખર શું થયું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર

આદર પુનાવાલા એ ભારત છોડી દીધું છે. ભારતમાં તેને અનેક પ્રકારની અડચણો નો સામનો કરવો પડી રહ્યો છે. વાત એમ છે કે આધાર પુનાવાલા ને ભારતના કેટલાક સૌથી શક્તિશાળી લોકો દ્વારા તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે  તેમને ભારત સરકાર દ્વારા 'વાય' કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ભારતના કેટલાક શક્તિશાળી લોકો તરફથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશમાં કોરોના રસી કોવિશિલ્ડ / AstraZeneca COVID-19 રસીનું ઉત્પાદન કરી રહી છે.

Join Our WhatsApp Channel

અદાર પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે  "અપેક્ષા અને આક્રમકતાનું સ્તર ખરેખર અભૂતપૂર્વ છે, તે જબરજસ્ત છે.  બધી જવાબદારીઓ મારા ખભા પર નાખી દેવામાં આવી છે, પણ હું એકલો કાંઇ કરી શકું તેમ નથી. હું આવી સ્થિતિમાં રહેવા માંગતો નથી કે જ્યાં તમે ફક્ત તમારું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, અને તમને ધમકીઓ મળે છે."

પૂનાવાલાએ કરેલા દાવા પ્રમાણે તેમને રાજ્યોના મુખ્યમંત્રી, ઈન્ડસ્ટ્રી ચેમ્બર્સના પ્રમુખ અને અનેક પ્રભાવશાળી હસ્તિઓ ધમકી આપી રહી હતી. તેઓ ફોન પર કોવિશીલ્ડ વેક્સિન તાત્કાલિક પૂરી પાડવા માંગણી કરતા હતા. 

PM Modi Life Turning Points સંઘ પ્રચારકથી પીએમ સુધી! જાણો નરેન્દ્ર મોદીની સફરના એ નિર્ણાયક વળાંક જેણે બદલી નાખ્યો ઈતિહાસ
Toxic Pakistani Creams Alert પાકિસ્તાનની ૨ ફેસ ક્રીમ પર કેન્દ્રનો એલર્ટ ઝેરી મર્ક્યુરી મળતાં વેચાણ પર પ્રતિબંધના આદેશ
Indian Army Combat Dog Tandem Jump આકાશમાં ખૂલ્યો પેરાશૂટ અને રચાયો નવો ઇતિહાસ પ્રથમ વખત હેન્ડલર સાથે કોમ્બેટ ડોગે લગાવી છલાંગ, જુઓ ગર્વ અપાવનારો VIDEO
PM Modi 12 Years Economic Transformation પીએમ મોદીના ૧૨ વર્ષના શાસનમાં અર્થતંત્રને મળી અભૂતપૂર્વ ગતિ દેશના છેવાડાના માનવી સુધી પહોંચી બેંકિંગ સેવાઓ
Exit mobile version