ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
કોરોનાને કારણે દુનિયાભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ભારત સરકારે પણ 'વંદે ભારત' મિશન હેઠળ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનું અભિયાન ચલાવ્યું હતું. આજ અભિયાન હેઠળ 25 વર્ષ બાદ ભારત ફરનાર હત્યાનો આરોપી કેરળના કોઝીકોડે એરપોર્ટ પર ઝડપાઇ ગયો હતો. 1995 માં મુસ્લિમ લીગના કાર્યકરની હત્યા કરીને યુ.એ.ઈ નાસી ગયેલો કેરળનો એક મુખ્ય આરોપી, કોર્ટ દ્વારા કાઢવામાં આવેલી 'લૂક આઉટ' નોટીસના આધારે ઇમિગ્રેશન અધિકારીઓના હાથે હવાઈ મથકે ઝડપાઇ ગયો હતો. આ આરોપી નિલબારીના અપક્ષ ધારાસભ્યનો ભત્રીજો થાય છે
હવાઇમથકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપ કોવિડ-19 રોગચાળાના બહાને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા કેરળ આવ્યો હતો. પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓ તેને ઓળખી કાઢ્યો હતો. બાદમાં તેને એડવન્ના પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેણે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
