ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દેશની રાજધાની નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક ચાલુ રહેતી અમર જવાન જ્યોતિ હવે જોવા નહીં મળે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ મશાલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે આજે વિલીન કરી દેવાશે. જે ઈન્ડિયા ગેટની બીજી બાજુથી માત્ર 400 મીટર દૂર સ્થિત છે.
એટલે કે હવે આ મશાલ નેશનલ વોર મેમોરિયલમાં જ આ જ્યોતિ પ્રગટશે.
આ પાછળનો તર્ક એ છે કે બે જગ્યાએ જ્યોત (મશાલ) જાળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે.
અમર જવાન જ્યોતિના તરીકે ઓળખાતી શાશ્વત જ્વાલા 1972માં ઈન્ડિયા ગેટ આર્ચની નીચે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવવામાં આવી હતી.
