Site icon

કોંગ્રેસની કાનૂની કમિટીમાંથી કપિલ સિબ્બલ આઉટ, રમેશ જયરામ ઈન.. જાણો કપિલ સિબ્બલની ભૂલ શી હતી..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

28 ઓગસ્ટ 2020

કોંગ્રેસની કાનૂની કમિટીમાં વર્ષોથી એક હથ્થુ શાસન ધરાવતા વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ ને બહાર કરી દેવાયા છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ નો અભ્યાસ કરવા, પાંચ સભ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિના સભ્યોની પસંદગી કરવામાં આવી છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે સોનિયા ગાંધીએ પોતાની સામે બગાવત કરનારા નેતાઓને માફ કર્યા નથી. 

 

નોંધનીય છે કે કોંગ્રેસમાં અત્યાર સુધી કાયદાકીય અને બંધારણીય બાબતોમાં કપિલ સિબ્બલ સર્વેસર્વા હતા. પાર્ટીના કેસ લડવાના હોય કે બંધારણીય બાબતને લાગતો ડ્રાફ્ટ બનાવવાનું હોય, દરેક કાર્ય કપિલ સિબ્બલની નજર હેઠળ થતા હતા. પરંતુ નવી કમિટીમાં સોનિયાએ સિબ્બલના  બદલે રમેશ ને મહત્વ આપી કન્વીનર બનાવી દીધા છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે રમેશ જયરામ કાનૂનના નહીં પરંતુ ટેકનોલોજીના માણસ છે. આમ છતાં તેમને વફાદારીનું ફળ સોનિયા ગાંધીએ આપ્યું છે. આ સિવાય પી.ચિદમ્બરમ,  દિગ્વિજય સિંહ, ગૌરવ ગોગોઈઅને ડૉ. અમરસિંહ સામેલ છે..

ગયા સપ્તાહે 23 પાર્ટી નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખી, કોંગ્રેસ માટે 'ફુલટાઈમ અધ્યક્ષ'ની જરૂરિયાત હોવાની વાત કહી હતી. જેમાં કપિલ સિબ્બલે પણ સહી કરી હતી. સોનિયા ગાંધીએ બાગી નેતાઓએ ઉઠાવેલા મુદ્દાને કોંગ્રેસના હિતમાં લેવાના બદલે પોતાની સામેના અંગત પ્રહાર તરીકે લીધા છે.

જ્યારે આ સમગ્ર બાબત અંગે કોંગ્રેસની કાનૂન કમિટીમાં સ્થાન ન આપવા બદલ કપિલ સિબ્બલે કહ્યું કે "મારા માટે પદ મહત્વનું નથી, દેશ મહત્વનો છે." આમ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી એમ કહી શકાય….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version