Site icon

ભારતીય સેના એક્દમ જોશમાં, હિઝબુલના વધુ એક કમાન્ડરને જહન્નમમાં મોકલ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

19 મે 2020

હિઝબુલના કમાન્ડર મુજાહિદીન રિયાઝ નાઈકુને જહન્નમમાં ગયાને હજુ બહુ દિવસો નથી થયા ત્યાંજ આપડા સલામતી દળોએ કાશ્મીરમાં હિઝબુલના અન્ય કમાન્ડર તાહિર અહમદ ભટને જહન્નમમાં મોકલ્યો છે. જો કે આ કામગીરીમાં આપણાં એક સૈનિકનું પણ મોત નીપજ્યું છે. 

જમ્મુ-કાશ્મીરના ડૂડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકીઓમાં તાહિર અહેમદ ભટ પણ હતો. નોંધનીય છે કે  જાન્યુઆરીમાં હિજ્બુલ આતંકવાદી હારૂનના મૃત્યુ બાદથી તાહિર ભટ કાશ્મીર ખીણમાં હિજબુલની તમામ પ્રવૃત્તિઓ સંભાળી રહ્યો હતો. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે પુલવામાનો રહેવાસી તાહિર ભટ ડોડાના ખોત્રા ગામમાં છુપાયેલો છે. આ પછી આર્મી, સી.આર.પી.એફ, પોલીસ અને એસ.એસ.બી એ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું હતું. તેઓ આતંકવાદી ને 'જીવતો'  પકડવા માંગતા હતાં, પરંતુ એક મકાનમાં છુપાઈને સુરક્ષા દળો પર ફાયરીંગ શરૂ કર્યું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું. તાહિર અહેમદ ભટ અને તેના એક સાથી સાથે લગભગ પાંચ કલાક મુઠભેડ ચાલી હતી. સૂત્રોના કહેવા મુજબ તાહિર ભટ ગયા વર્ષે જ માર્ચ 2019 મા હિઝબુલમાં જોડાયો હતો. ત્યારે બાનીહાલ જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર જે આઈ.ઈ.ડી. વપરાયુ હતું  તે તાહિર ભટ દ્વારા બનાવવામાં આવી હતી અને ત્યારબાદ જ તેને હિઝબુલમાં કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી હતી..

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version