Site icon News Continuous Bureau | Mumbai

ટ્રિપલ તલાક કાયદા બાદ હવે મુસ્લિમ મહિલા સંગઠનોએ સરકાર સમક્ષ કરી આ માગણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશની મુસ્લિમ મહિલાઓ માટે ક્રાંતિકારી કહેવાતા ઍન્ટી ટ્રિપલ તલાક લૉની આજે બીજી ઍનિવર્સરી છે. એ નિમિત્તે હવે મુસ્લિમ મહિલા સંગઠનોએ મુસ્લિમ સમાજમાં રહેલા બહુપત્નીત્વ અને બાળવિવાહ, નિકાલ હલાલા જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

ટ્રિપલ તલાકને 2017ની સાલમાં સુપ્રીમ કોર્ટે  ગેરકાયદે ગણાવ્યા બાદ બાદ કેન્દ્ર સરકાર 30 જુલાઈ, 2020ના રોજ મુસ્લિમ વુમેન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑફ મૅરેજ) ઍક્ટ, 2019ના અમલમાં લાવી હતી. જેમાં ત્રણ વખત તલાક બોલીને આપવામાં આવતા છૂટાછેડાને ગુનો ગણવામાં આવ્યો હતો. મહિલાને ત્રણ વખત તલાક બોલનારા પુરુષને ત્રણ વર્ષની સજા આ કાયદા હેઠળ છે. સુપ્રીમ કોર્ટમાં ચાલેલા આ કેસમાં ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન (BMMA) પિટિશનર હતી.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું સંભવિત જોખમ યથાવત, દેશમાં દૈનિક કેસમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

ટ્રિપલ તલાકને મુદ્દે સફળતા મળ્યા બાદ હવે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને મુસ્લિમ સમાજમાં ચાલતા બહુપત્નીત્વ, બાળવિવાહ અને નિકાલ હલાલા (જેમાં પહેલા પતિને છૂટાછેડા આપ્યા બાદ ફરી તેની સાથે લગ્ન કરવાં હોય તો એ માટે બીજા પુરુષ સાથે મહિલાએ એક રાત ગાળવી પડે છે) માટે કાયદો ઘડવાની  હવે સરકાર સમક્ષ માગણી કરી છે. એટલું   જ નહીં, પણ બહુપત્નીત્વ, બાળવિવાહ, નિકાલ હલાલાને લઈને સુપ્રીમ કોર્ટે પિટિશન સ્વીકારે એવી માગણી પણ BMMA દ્વારા કરવામાં આવી છે.

Who Is Pilot Captain Smit Machhar ગુજરાતી પાયલટનું અદભુત સાહસ! ૩૪ હજાર ફૂટ પર મોતને મ્હાત આપી ૧૮૦ જિંદગીઓ બચાવનાર કેપ્ટન સ્મિત માછરની અનકહી કહાની
RSS Nationwide NRC Implementation દેશમાં ફરી NRC નો મુદ્દો ગૂંજ્યો RSS એ રાષ્ટ્રવ્યાપી અમલની માંગ ઉઠાવતાં રાજકીય મોરચે ઘમસાણ
Smit Machhar Flydubai Heroics ફ્લાયદુબઈ વિમાનમાં સેંકડો જીવ બચાવનાર સ્મિત માછરના વિશ્વભરમાં વખાણ, વિદેશ મંત્રાલયે કહ્યું ‘અમે સલામ કરીએ છીએ’
Modi Cabinet MSP Hike ઘઉં અને ચણા સહિત 6 રવિ પાકની MSP માં વધારો જાણો મોદી કેબિનેટના મોટા નિર્ણયો
Exit mobile version