Site icon

વડાપ્રધાન મોદીએ અગ્નિપથ યોજનાને ગણાવી ‘ગેમ ચેન્જર’, અગ્નિવીરોને કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિવીરોની પ્રથમ બેચ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનોના જુસ્સાની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને લગભગ 5-6 મિનિટ સુધી અગ્નિવીરોને સંદેશો આપ્યો

Agneepath scheme will prove to be a milestone-PM Modi

વડાપ્રધાન મોદીએ અગ્નિપથ યોજનાને ગણાવી 'ગેમ ચેન્જર', અગ્નિવીરોને કહી આ વાત

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિવીરોની પ્રથમ બેચ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનોના જુસ્સાની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને લગભગ 5-6 મિનિટ સુધી અગ્નિવીરોને સંદેશો આપ્યો. તેમણે કહ્યું, “મેં રેજિમેન્ટલ સેન્ટરમાંથી આવતા અગ્નિવીરોના વીડિયો જોયા છે અને તે જોઈને આનંદ થાય છે કે આ તમામ અગ્નિવીરો દેશ માટે આ અગ્નિપથ યોજનામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.” દેશ પ્રત્યે અગ્નિવીરોના જુસ્સાની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું, “આધુનિક ટેક્નોલોજીની મદદ અને અગ્નિવીરોની તાલીમમાં વધુ સુધારો કરવામાં આવી રહ્યો છે, જેથી તમે લોકો દેશ માટે સર્વોચ્ચ કાર્ય કરી શકો.”

Join Our WhatsApp Community

આ યોજના મહિલાઓને વધુ સશક્ત બનાવશે

અગ્નિવીરોની ક્ષમતાની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે તેમની ભાવના સશસ્ત્ર દળોની બહાદુરીને પ્રતિબિંબિત કરે છે, જેમણે હંમેશા રાષ્ટ્રના ધ્વજને ઉંચો રાખ્યો છે. તેમણે કહ્યું, “આ તક દ્વારા તેઓ જે અનુભવ મેળવશે તે જીવન માટે ગૌરવનો સ્ત્રોત બની રહેશે.” પીએમ મોદીએ કહ્યું કે આ યોજના મહિલાઓને વધુ સશક્ત બનાવશે.

આ સમાચાર પણ વાંચો: ભાજપની કાર્યકારિણીની બેઠકમાં પીરસવામાં આવશે પીએમ મોદીનું મનપસંદ ભોજન, આ છે ખાસ મેનુ

સિયાચીનમાં તૈનાત મહિલા સૈનિકોનું આપ્યું ઉદાહરણ

સિયાચીનમાં તૈનાત મહિલા સૈનિકો અને આધુનિક ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર મહિલાઓના ઉદાહરણો ટાંકીને પીએમ મોદીએ અગ્નિવીરોને જણાવ્યું કે કેવી રીતે મહિલાઓ વિવિધ મોરચે સશસ્ત્ર દળોનું નેતૃત્વ કરી રહી છે. આ સંવાદ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે ગયા વર્ષે 14 જૂને સરકારે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના 17 ½ વર્ષથી 21 વર્ષના યુવાનોને 4 વર્ષ સુધી સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક આપે છે.

 

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version