Site icon

AI Summit 2026: PM મોદીના મહેમાનો માટે ખાસ ભારતીય મેનુ: AI સમિટમાં પીરસાયેલી વાનગીઓનું જુઓ સંપૂર્ણ લિસ્ટ

AI Summit 2026: શિશિર ઋતુને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું ‘એલર્જન ફ્રી’ મેનૂ: મરચાં, કેસર અને પહાડી મસાલાનો જાદુ; ડેઝર્ટમાં રસમલાઈને અપાયો નવો ટ્વિસ્ટ.

AI Summit 2026 PM Modi hosts 'All-Allergen-Free' dinner and lunch for foreign guests; From Munsiyari Rajma to Rasmalai with a twist, see the full menu.

AI Summit 2026 PM Modi hosts 'All-Allergen-Free' dinner and lunch for foreign guests; From Munsiyari Rajma to Rasmalai with a twist, see the full menu.

News Continuous Bureau | Mumbai

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી AI સમિટ દરમિયાન ૧૯ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ વિદેશી મહેમાનો માટે રાત્રિભોજન અને લંચનું આયોજન કર્યું હતું. ITC ના શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ મેનૂ શિશિર ઋતુ (શિયાળા) ને અનુરૂપ હતું, જે મહેમાનોના શરીરને હૂંફ આપે અને ભારતના વિવિધ પ્રાંતોનો સ્વાદ ચખાડે તે રીતે તૈયાર કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

ડિનર મેનૂ: પહાડી અને શાહી સ્વાદ

સ્ટાર્ટર (વરનીલા): બેબી પાલક ક્રિસ્પ, દહીં સ્ફીયર, આમલી-ખજૂરની ચટણી અને જૂની દિલ્હીના મસાલા સાથેની કલરફુલ ચાટ.
મેન કોર્સ (સાસ્યા): ઉત્તરાખંડના મુંસ્યારીના પ્રખ્યાત રાજમા (GI ટેગ પ્રાપ્ત), પહાડી ચોખા અને ઝંગોરા પુલાવ.
શાક: કુમાઉની આલૂના ગુટકે (રાઈના તેલમાં પકવેલા પહાડી બટાકા).
રોટલી: ઉત્તર પ્રદેશનું પ્રખ્યાત કેસરિયું ‘તાફતાન’ અને કાશ્મીરની પારંપરિક રોટલી ‘ગિરદા’.
ડેઝર્ટ (નિસર્ગ): રસમલાઈને ‘ટ્રેસ લેચેસ’ (Tres Leches) નો નવો ટ્વિસ્ટ આપીને બાજરીના સ્ટ્રેસેલ સાથે પીરસવામાં આવી હતી.
પીણાં અને મુખવાસ: કાશ્મીરી કહવા, ફિલ્ટર કોફી અને અંતમાં ગુલાબ-મિસરી ગુલકંદ ચોકલેટ પાન.

આ સમાચાર પણ વાંચો :  Trump Board of Peace: ટ્રમ્પનું ‘પીસ મિશન’ શરૂ: વોશિંગ્ટન બેઠકમાં ભારતની એન્ટ્રી, વૈશ્વિક શાંતિ પર બાજ નજર. 

વર્કિંગ લંચ મેનૂ: પારંપરિક વાનગીઓ

લંચમાં પણ મહેમાનો માટે હળવી છતાં સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી હતી:
મુખ્ય વાનગીઓ: નિમોના કબાબ, કાશ્મીરી નદ્રુ કુરકુરી (કમળ કાકડી), જાફરાની સબ્ઝ પુલાવ.
ગુજરાતી સ્વાદ: બેસનમાંથી બનેલા ‘થેપલા’ ને પણ મેનૂમાં સ્થાન મળ્યું હતું.
ડેઝર્ટ: રોઝ એન્ડ કોકોનટ પુડિંગ અને રામદાના અંજીરના લાડુ.
આ આખું મેનૂ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે તે પચવામાં સરળ હોય અને આધુનિક ડાયટ પ્લાન મુજબ એલર્જી મુક્ત હોય. મહેમાનોએ ભારતીય વ્યંજનોની વિવિધતાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version