Site icon

આ એરલાઇનની ફ્લાઈટમાં થઇ વધુ કે બબાલ, મુસાફરે ક્રૂ મેમ્બરો સાથે કરી મારામારી, મુક્કા મારી વાળ પકડ્યા, ફ્લાઇટ અડધેથી આવી પરત

Air India: Air India official slapped, abused by co-passenger on Sydney-New Delhi flight

Air India: સિડની-નવી દિલ્હી ફ્લાઇટમાં સહ-મુસાફર દ્વારા એર ઇન્ડિયાના અધિકારીને થપ્પડ, દુર્વ્યવહાર

News Continuous Bureau | Mumbai

વિમાનમાં મુસાફરો દ્વારા હંગામો કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. એર ઈન્ડિયાની દિલ્હી-લંડન (AI-111) ફ્લાઈટમાં હંગામો થયો જ્યારે એક મુસાફર ક્રૂ મેમ્બરો સાથે બોલાચાલીમાં ઉતર્યો. બોલાચાલી એટલી વધી ગઈકે વિમાને પરત ફરવું પડ્યું.

Join Our WhatsApp Community

પ્રાપ્ત વિગતો મુજબ, વિમાન સોમવારે સવારે લંડન જવા રવાના થયું હતું. ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ એક પુરુષ મુસાફરે વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું. તેણે મહિલા ક્રૂ મેમ્બરો સાથે ઝઘડો શરૂ કર્યો. સમજાવટ બાદ પણ તે ના રોકાયો અને મહિલા સ્ટાફને માર માર્યો. આ પછી બીજી મહિલા એ કેબિન ક્રૂ ના વાળ ખેંચવાનું શરૂ કર્યું.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અયોધ્યામાં શક્તિપ્રદર્શન, મંત્રીમંડળ સાથે રામલલાના દર્શન કર્યા.. જુઓ વીડિયો

એર ઈન્ડિયા એરલાઈન્સના અધિકારીના જણાવ્યા અનુસાર, પેસેન્જરની ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સાથે મિડ એર ફાઈટ થઈ હતી. એરલાઈને આ ઘટના અંગે દિલ્હી એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી મુસાફરની પણ અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહિલા કેબિન ક્રૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

એરલાઈન્સ દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે પહેલા પેસેન્જરને લેખિત અને મૌખિક ચેતવણી આપવામાં આવી હતી. પણ તે શાંત બેઠો નહોતો. ત્યારબાદ તેણે મહિલા કેબિન ક્રૂ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને એરપોર્ટ પર પાછી લાવવામાં આવી હતી.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version