Site icon

IndiGo Ticket Price Hike: ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના નવા રૂટ ચાર્ટ પર એક નજર

જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ વધતા ઈન્ડિગોએ લાદ્યો ‘ફ્યુઅલ સરચાર્જ’; 2 એપ્રિલ મધ્યરાત્રિથી નવી બુકિંગ પર લાગુ થશે વધેલા ભાવ.

IndiGo Ticket Price Hike ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના

IndiGo Ticket Price Hike ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના

News Continuous Bureau | Mumbai

IndiGo Ticket Price Hike જો તમે વેકેશનમાં ક્યાંક બહાર જવાનું આયોજન કરી રહ્યા છો અથવા બિઝનેસ ટ્રિપ માટે ફ્લાઈટ બુક કરવાના છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટે ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે. 2 એપ્રિલ 2026ની રાત્રે 12:01 વાગ્યા પછી કરવામાં આવેલી તમામ નવી બુકિંગ પર આ નવા દરો લાગુ થઈ ગયા છે. આનો અર્થ એ છે કે હવે તમારે તમારી હવાઈ મુસાફરી માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.

Join Our WhatsApp Community

કેમ વધારવો પડ્યો ટિકિટનો ભાવ?

વૈશ્વિક સ્તરે હવાઈ ઈંધણ (ATF) ના ભાવમાં 130% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના હસ્તક્ષેપ બાદ એરલાઇન્સે અત્યારે માત્ર 25% જેટલો આંશિક વધારો જ લાગુ કર્યો છે, જેથી મુસાફરો પર અચાનક મોટો બોજ ન પડે. ઈન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશનલ ખર્ચ વધવાને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો. જો ભવિષ્યમાં ઈંધણના ભાવ ઘટશે તો આ દરોમાં સુધારો પણ કરવામાં આવી શકે છે.

દિલ્હીથી મુખ્ય શહેરો સુધીનું સફર કેટલું મોંઘું?

ઈન્ડિગોએ અંતર મુજબ વધારાનો ફ્યુઅલ સરચાર્જ નક્કી કર્યો છે. દિલ્હીથી મુસાફરી કરનારા લોકો માટે હવે નીચે મુજબના વધારાના ચાર્જ લાગશે:
દિલ્હી થી લખનૌ: ₹275 વધારાના
દિલ્હી થી અમદાવાદ/ભોપાલ: ₹400 વધારાના
દિલ્હી થી મુંબઈ/કોલકાતા: ₹600 વધારાના
દિલ્હી થી બેંગલુરુ/હૈદરાબાદ: ₹800 વધારાના
દિલ્હી થી ચેન્નાઈ: ₹950 વધારાના

આ સમાચાર પણ વાંચો : Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!

ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પણ ખિસ્સા થશે ઢીલા

આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીન માટે ₹2,500, જ્યારે આફ્રિકા માટે ₹5,000 નો વધારો લાગુ થયો છે. જો તમે યુકે (UK) અથવા યુરોપની મુસાફરી કરી રહ્યા છો, તો તમારે ટિકિટ દીઠ ₹10,000 વધુ ચૂકવવા પડશે. ગ્રીસ અને તુર્કી માટે આ ચાર્જ ₹7,500 રહેશે. આ વધારાને કારણે આગામી સમયમાં હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.
Healthcare Cost Reduction India:મેડિકલ સ્ટોર પર છૂટક દવાનું વેચાણ: દર્દીઓની સુવિધા માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો નવા નિયમો વિશે
Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Braving the Mines: મોતને હાથતાળી આપી નીકળ્યું ભારતીય જહાજ! માઈન્સથી ભરેલા દરિયામાં ઈરાની સેનાએ આ રીતે બચાવ્યું LPG ટેન્કર
Exit mobile version