Site icon

Akashvani FM Radio broadcast centre : ચેન્નાઇ ખાતે પ્રધાનમંત્રી ડીસા સહિત દેશના આટલા આકાશવાણી FM પ્રોજેક્ટ ડિજિટલી શરૂ કરશે

Akashvani FM Radio broadcast centre : દેવભૂમિ દ્વારકા (10kW), ભુજ(20kW) અને 10kW FM રાધનપુર(પાટણ જિલ્લો)ને હાલના 100W FMથી 10kW FM ટ્રાન્સમિટર્સમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.

Akashvani FM Radio broadcast centre PM Modi lays foundation stone through virtual mode

Akashvani FM Radio broadcast centre PM Modi lays foundation stone through virtual mode

News Continuous Bureau | Mumbai 

Akashvani FM Radio broadcast centre  : ભારતના પ્રધાનમંત્રી દ્વારા 19.01.2024ના રોજ સાંજે 6 વાગ્યે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ ( Chennai ) ખાતેથી કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય માહિતી પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ.મુરુગનની હાજરીમાં 8 રાજ્યોમાં 12 આકાશવાણી એફએમ પ્રોજેક્ટ ડિજિટલ રીતે શરૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

જેમાં 100W એફએમ ડીસા(બનાસકાંઠા) ( Banaskantha ) એફએમ સ્ટેશનો માંથી એક છે જે આજે શરૂ થવા જઈ રહ્યું છે. જેનાથી અંદાજે 2.5 લાખની વસ્તીને ફાયદો થશે અને ડીસા શહેરની આસપાસના 12 થી 15 કિમી ત્રિજ્યાના વિસ્તારો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂ. 28 લાખ છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે આ કંપનીએ જાહેર કરી રજા..

એ જ રીતે, આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 12 રાજ્યોમાં 26 એફએમ ટ્રાન્સમીટર પ્રોજેક્ટ્સનો, પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ પણ ડિજિટલ રીતે કરવામાં આવી રહ્યો છે. એવામાં ગુજરાત પર્યાપ્તપણે ભાગ્યશાળી છે, કારણ કે ત્રણ નવા એફએમ પ્રોજેક્ટની શિલાન્યાસ આજે થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા (10kW), ભુજ(20kW) અને 10kW FM રાધનપુર(પાટણ જિલ્લો)ને હાલના 100W FMથી 10kW FM ટ્રાન્સમિટર્સમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.

આમ આ 12 એફએમ ટ્રાન્સમિટર્સના કમિશનિંગ પછી એકંદર કવરેજ વસ્તીના આધારે 60.5% અને 74.75% સુધી વધશે. તેવી જ રીતે 12 રાજ્યોમાં 26 FM શરૂ થયા પછી આ કવરેજ, વિસ્તાર મુજબ 68% અને વસ્તી મુજબ 81% સુધી વધશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version