Site icon News Continuous Bureau | Mumbai

ભારત-ચીન હિંસક ઝડપ: ભારતનો કોઈ જવાન ગુમ નથી, ઘાયલ 76 જવાનો સ્વસ્થ છે – ભારતીય સેના પ્રવક્તા

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

19 જુન 2020 

પૂર્વ લદાખના ગાળવાન ઘાટી માં થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. જ્યારે 76 જવાનો ઘાયલ થયા છે અને એક પણ સૈનિક ગુમ થયો નથી કે એને ચીનમાં બંદી બનાવવામાં આવ્યો નથી, એવી સ્પષ્ટતા ભારતીય સેનાએ કરી છે. બે દેશોની કોની ઝડપમા 76 જવાનો ઘાયલ થયા હતા તે ખતરાથી બહાર છે. જેમાંથી 58 જવાનોને સામાન્ય ઇજા પહોંચી છે જેઓ સારવાર બાદ એક સપ્તાહની અંદર સીમા પર ફરી તૈનાત થયી જશે.  જ્યારે બીજા 18 જવાનોને લેહની હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓ 15 દિવસ બાદ સરહદ પર પાછા ફરશે, એમ સેના એ કહ્યું છે.

 નોંધનીય છે કે જે દિવસે ચીન સાથે એલએસી પર ઘર્ષણ થયું હતું ત્યારે એવા સમાચાર વહેતા થયા હતા કે ચીની સેનાએ કેટલાક ભારતીય જવાનોને કેદ કરી લીધા છે, પરંતુ ભારતીય સેના દ્વારા આધિકારિક માહિતી આપવામાં આવી છે કે આપણા એક પણ જવાન ગુમ નથી.

આ સંઘર્ષ બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા લદાખની ઘાટીમાં થયેલા ઘર્ષણ ની વિસ્તૃત જાણકારી વારંવાર માંગવામાં આવતી હતી, આથી તેની માહિતી આપવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરહદ પરની સ્થિતિને લઇને ચર્ચા કરવા માટે સર્વ પક્ષઓની ડિજિટલ બેઠક બોલાવવામાં આવી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

CJI Role In CEC Appointment CEC ની નિમણૂકમાં CJI સામેલ રહેશે કે નહીં? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કરશે સુનાવણી બે જજોના અલગ ફેંસલા બાદ મોટો વળાંક!
MY Bharat Platform 3 Crore Youth Milestone કેન્દ્ર સરકારના ‘MY Bharat’ પ્લેટફોર્મે રચ્યો નવો ઇતિહાસ ૩ વર્ષથી ઓછા સમયમાં ૩ કરોડથી વધુ યુવાનો જોડાયા, નોંધપાત્ર માઇલસ્ટોન પાર!
Kanda Express Reaches Kolkata કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક; બફર સ્ટોકમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવી, પૂર્વ ભારતમાં ડુંગળીના ભાવ રહેશે નિયંત્રણમાં
How Election Commission Works મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન સુધી… ચૂંટણી પંચ કેવી રીતે કામ કરે છે? જાણો તેની સર્વોચ્ચ સત્તાઓ અને કાર્યો!
Exit mobile version