ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
કાશ્મીરમાંથી ધારા 370 ખસેડયા પછી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના નેતાઓને રૂબરૂ મળી રહ્યા છે. આ મિટિંગમાં કાશ્મીરના પાકિસ્તાન તરફી નેતાઓ પણ શામેલ છે. તમામ લોકોની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક પર છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય અને મહત્વપૂર્ણ બેઠક પછી કાશ્મીર સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. શક્ય છે કે કાશ્મીરમાં ચૂંટણી નું એલાન કરવામાં આવે. એવું પણ શક્ય છે કે કાશ્મીરના વધુ ટુકડા કરવામાં આવે.
આ કારણથી માત્ર કાશ્મીરના નેતા અને ભારત જ નહીં આખા વિશ્વની નજર વડાપ્રધાનની આ બેઠક પર છે
