Site icon

લદ્દાખને લઈને ચિંતિત છે 3 ઈડિયટ્સના રિયલ ‘ફુંસુક વાંગડુ’, પીએમ મોદીને પત્ર લખી કરી આ અપીલ

બોલીવુડની સુપર હિટ ફિલ્મોંમાની એક 3 ઈડિયટ્સ (Film 3 Idiots) માટે જેમણે પ્રેરણા આપી અને જાણીતા અભિનેતા આમિર ખાન દ્વારા જેમની ભૂમિકા ભજવવામાં આવી તે સોનમ વાંગચુક (Sonam Wangchuk) હાલ ખુબ ચર્ચામાં છે.

All is not well in Ladakh-Inspiration of film 3 Idiots-Sonam Wangchuk urges PM Modi for climate mitigation

લદ્દાખને લઈને ચિંતિત છે 3 ઈડિયટ્સના રિયલ ‘ફુંસુક વાંગડુ', પીએમ મોદીને પત્ર લખી કરી આ અપીલ

News Continuous Bureau | Mumbai

બોલીવુડની સુપર હિટ ફિલ્મોંમાની એક 3 ઈડિયટ્સ (Film 3 Idiots) માટે જેમણે પ્રેરણા આપી અને જાણીતા અભિનેતા આમિર ખાન દ્વારા જેમની ભૂમિકા ભજવવામાં આવી તે સોનમ વાંગચુક (Sonam Wangchuk) હાલ ખુબ ચર્ચામાં છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને અપિલ કરી છે કે લદ્દાખ (Ladakh)માં બધુ જ ઠીક ચાલી રહ્યું નથી. તેમણે લદ્દાખ (Ladakh)ની સુરક્ષાને સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં વિનંતી કરી છે. આ સાથે જ તેમણે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો પાંચ દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી છે. આ ઉપવાસ ગણતંત્ર દિવસથી શરૂ થશે. ઉપવાસની જાહેરાત કર્યાં બાદ હવે આ માટે તૈયારી ઝડપી બનાવવામાં આવી છે. તેમણે ઉપવાસ અગાઉ ટેસ્ટ રન કર્યું, જે અંગેનો એક વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Join Our WhatsApp Community

માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ પર ટેસ્ટ રન સફળઃ વાંગચુક

વાંગચુકે ટ્વીટ કર્યું કે, ટેસ્ટ રન સફળ રહ્યો! માઈનસ 20 ° સે પર બધું બરાબર છે. હું આ ટેસ્ટ મારા ટેરેસ પર કરી રહ્યો છું. તેણે આગળ લખ્યું કે, મારો ઉપવાસ 18,000 ફૂટની ઉંચાઈ પર ખારદુંગલા ખાતે માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ પર રહેશે. જણાવી દઈએ કે ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ સોનમ વાંગચુકના જીવન પર બની છે. વાંગચુકે વડાપ્રધાન મોદીને લદ્દાખને બચાવવા માટે અપીલ કરી છે, કારણ કે અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીંના લગભગ બે તૃતીયાંશ હિમનદીઓ લુપ્ત થવાની આરે છે. સોનમે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેઓ લદ્દાખની આદિવાસીઓ, ઉદ્યોગો અને ગ્લેશિયર્સ વિશે વાત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  LIC ન્યૂ જીવન શાંતિ યોજના: પેન્શનનું ટેન્શન સમાપ્ત થશે, એકના મૃત્યુ પર બીજાને મળશે પેન્શન, જાણો સ્કીમ સાથે જોડાયેલ તમામ મહત્વની બાબતો

જીવતો રહ્યો તો ફરીથી મળીશ.

વીડિયોમાં, સોનમે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરી, લદ્દાખ પર ઉચ્ચ સ્તરે પગલાં લેવાની માંગ કરી. તેમણે કહ્યું- હું પીએમ મોદીને લદ્દાખ અને હિમાલયના અન્ય પ્રદેશોને બચાવવા માટે નક્કર પગલાં ભરવાની અપીલ કરું છું. હું 26મી જાન્યુઆરીથી પાંચ દિવસના ઉપવાસ પર બેસીશ. જો હું ખારદુંગલામાં -40 ° તાપમાન સાથે ઉપવાસ કર્યા પછી બચીશ, તો હું તમને ફરીથી મળીશ.

કોણ છે સોનમ વાંગચુક?

જણાવી દઈએ કે સોનમ વાંગચુકનો જન્મ 1966માં થયો હતો. તેઓ મિકેનિકલ એન્જિનિયર અને હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખ (HIAL) ના ડિરેક્ટર પણ છે. તેમને 2018માં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. 2009ની ફિલ્મ 3 ઈડિયટ્સમાં આમિર ખાનનું પાત્ર ફુંસુક વાંગડુ વાંગચુકના વ્યક્તિત્વથી પ્રભાવિત હતું. વાંગચુક લદ્દાખમાં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) બનાવવા માટે જાણીતા છે. તેનો કેમ્પ સૌર ઉર્જા પર ચાલે છે.

આ સમાચાર પણ વાંચો: મિશન 2024ની તૈયારીમાં લાગ્યું ભાજપ, ત્રણ કરોડ કાર્યકરોને સરલ એપથી જોડવાનું લક્ષ્ય..

US-Iran Tension:ડોનાલ્ડ ટ્રમ્પની ‘વોર ગેમ’ શરૂ! ઈરાન પાસે વિનાશક કાફલો તૈનાત થતા જ દુનિયાભરમાં હલચલ; જાણો શું છે અમેરિકાનો સિક્રેટ પ્લાન
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version