Site icon

અરે વાહ : હાઈ કોર્ટે હિન્દીમાં સુનાવણી કરી અને આપ્યો ચુકાદો, 22 વર્ષ પછી યાચિકા કરનારને રાહત મળી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
‘દામિની’ ફિલ્મમાં તમે સની દેઓલનો ‛તારીખ પે તારીખ’વાળો ડાયલૉગ સાંભળ્યો જ હશે, ત્યારે છત્તીસગઢ હાઈ કોર્ટ દ્વારા એક યાચિકાને 22 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. એક ખાસ વાત છે કે હાલમાં જ 14 સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ ગયો છે ત્યારે આ સંપૂર્ણ ચુકાદાની સુનાવણી હિન્દીમાં થઈ હતી. ચાલો જાણીએ.

 છત્તીસગઢ હાઈ કોર્ટમાં જસ્ટિસ રજની દુબેએ 22 વર્ષ જૂના કેસની સમગ્ર સુનાવણી હિન્દીમાં કરી હતી અને હિન્દીમાં આદેશ પણ જારી કર્યો હતો.

Join Our WhatsApp Community

શું આ ત્રણ બૅન્કોમાં તમારા ઍકાઉન્ટ છે? પહેલી ઑક્ટોબરથી નહીં ચાલે જૂના ચેક; અહીં વાંચો વિગત

1 મે, ​​1999ના રોજ છેડતીના આરોપમાં બાબુલાલ અગરિયા વિરુદ્ધ મહાસમુંદ જિલ્લાના પિથોરા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 354 અને એટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાયપુર કોર્ટે તેમને લગભગ 16 મહિના માટે અલગથી સજા ફટકારી હતી. ચુકાદા સામે આરોપીએ હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરીને કહ્યું કે તે નિર્દોષ છે. પોલીસે તેની વિરુદ્ધ ખૂબ જ મોડેથી ગુનો નોંધ્યો હતો અને તેના માટે કોઈ સંતોષકારક કારણ આપવામાં આવ્યું નથી.

આરોપી બાબુલાલે ટ્રાયલ કોર્ટ દરમિયાન 25 દિવસ જેલમાં વિતાવ્યા હતા. 14 સપ્ટેમ્બર, હિન્દી દિવસ, આ મામલો જસ્ટિસ રજની દુબેની કોર્ટમાં સુનાવણી માટે મૂકવામાં આવ્યો હતો. જસ્ટિસ દુબેએ તેમને એટ્રોસિટી ઍક્ટ હેઠળ નોંધાયેલા કેસમાંથી મુક્ત કર્યા અને છેડતીની સજા ઘટાડી હતી.

 કોર્ટના ધ્યાનમાં આ બાબત લાવવામાં આવી હતી કે આરોપીની ઉંમર 28 વર્ષની હતી, જ્યારે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને છેલ્લાં 22 વર્ષથી વિવિધ અદાલતોમાં ઘણું સહન કરવું પડ્યું હતું. કોર્ટે આરોપીને એ જ 25 દિવસની સજા ફટકારી છે, જે તેણે જેલમાં વિતાવી હતી.

તે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ યતીન્દ્ર સિંહ 20 ઑક્ટોબર 2012થી 8 ઑક્ટોબર, 2014 સુધી છત્તીસગઢ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે હિન્દીમાં ચુકાદો આપવાની પરંપરા શરૂ કરી. તેઓ દરરોજ હિન્દીમાં ઘણા ઑર્ડર આપતા હતા. ડિવિઝન બેન્ચમાં કેસોની સુનાવણી કરતી વખતે તેમણે વકીલો અને પક્ષકારોની સુવિધાનું પણ ધ્યાન રાખ્યું હતું. તેમના હિન્દી ચુકાદાનું પછીથી અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. મુખ્ય ન્યાયાધીશ દીપક ગુપ્તાએ પીએસસી 2003 વિક્ષેપ કેસની સમગ્ર સુનાવણી હિન્દીમાં હાથ ધરી હતી અને અરજદારને માત્ર હિન્દીમાં જ પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. 

લૂંટો ભાઈ લૂંટો : આખું મુંબઈ ખાડાથી ભરેલું, પાલિકા હવે ખાડાને ભરવા વધુ ખર્ચ કરશે ૧૨ કરોડ

હાઈ કોર્ટના શરૂઆતના દિવસોમાં જસ્ટિસ ફખરુદ્દીને અભનપુરના એક કેસમાં 8 જાન્યુઆરી, 2002ના રોજ છત્તીસગઢમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા દ્વારા એક મહિલાને હત્યાના આરોપમાં કાયમી જામીન આપવામાં આવ્યા હતા.

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version