Site icon

Amarnath Yatra: ચાલતી બસની બ્રેક થઇ ફેઈલ, મુસાફરો બસમાંથી કૂદવા લાગ્યા; ભારતીય સેનાએ આ રીતે ખાઈમાં પડતા રોકી; જુઓ વિડીયો

Amarnath Yatra:જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના બનિહાલ ખાતે NH-44 પર ભારતીય સેનાની બુદ્ધિમત્તાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મંગળવારે (2 જુલાઈ) મુસાફરોથી ભરેલી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.

Amarnath Yatra pilgrims jump off moving bus after brakes fail; 10 injured

Amarnath Yatra pilgrims jump off moving bus after brakes fail; 10 injured

News Continuous Bureau | Mumbai 

Amarnath Yatra:જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના બનિહાલ ખાતે NH-44 પર ભારતીય સેનાની બુદ્ધિમત્તાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ અહીં મંગળવારે મુસાફરોથી ભરેલી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. NH-44ની બાજુમાં ઊંડી ખાઈ હતી. બસમાં 40 લોકો સવાર હતા, જેઓ અમરનાથ યાત્રા કરીને પંજાબ પરત ફરી રહ્યા હતા.

Join Our WhatsApp Community

Amarnath Yatra:જુઓ વિડીયો

 

Amarnath Yatra: ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રાઇવરને બ્રેક ફેલ થવાની ખબર ત્યારે પડી જ્યારે તે બનિહાલ નજીક નચલાના પહોંચ્યો. બસ ખૂબ જ સ્પીડમાં હતી. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો, જેના કારણે વાહન ઝડપથી ખાડા તરફ આગળ વધવા લાગ્યું. જેના કારણે બસમાં સવાર મુસાફરો ડરી ગયા હતા. પોતાનો જીવ બચાવવા મુસાફરો એક પછી એક બસમાંથી કૂદવા લાગ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવેલા એક વીડિયોમાં કેટલાય શ્રદ્ધાળુઓ ચાલતી બસમાંથી કૂદતા જોઈ શકાય છે.

 Amarnath Yatra:આ રીતે મોટી દુર્ઘટના ટળી

આ દરમિયાન આર્મી અને પોલીસના જવાનોએ બસની સ્પીડ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ બસના પૈડા નીચે પથ્થરો મુક્યા. જેના કારણે બસ ઉભી રહી ગઈ હતી અને ખાઈમાં પડતાં બચી ગઈ હતી. આ રીતે મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચાર પણ વાંચો :  T20 World Cup: વાવાઝોડામાં ફસાયેલી ભારતીય ટીમનો રસ્તો સાફ, આ દિવસે સ્વદેશ પરત ફરી શકે છે ટીમ; BCCIએ કરી ખાસ વ્યવસ્થા..

Amarnath Yatra: દસ લોકો ઘાયલ થયા

અધિકારીઓએ જણાવ્યું કે બસમાં 40 શ્રદ્ધાળુઓ હતા જેઓ પંજાબના હોશિયારપુર પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે વાહન બનિહાલ નજીક નચલાના પહોંચ્યું ત્યારે બ્રેક ફેઈલ થવાને કારણે ડ્રાઈવર વાહન રોકવામાં નિષ્ફળ ગયો. આ ઘટનામાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત દસ લોકો ઘાયલ થયા છે. તીર્થયાત્રીઓને ચાલતા વાહનમાંથી કૂદતા જોઈને, સેના અને પોલીસ કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી અને બસના ટાયર નીચે પથ્થરો મૂકીને બસને નદીમાં પડતી અટકાવી.

 

Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Exit mobile version