Site icon

America: ભારતીય સેના હવે બનશે વધુ મજબૂત! અમેરિકાએ ભારતને 31 MQ-9B ગાર્ડિયન ડ્રોનના વેચાણને મંજૂરી આપી, આટલા બિલિયન ડોલરમાં સોદો થયો..

America: ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા હવે અન્ય એક સંરક્ષણ સોદાને અંતિમ મંજૂરી મળી ગઈ છે. જેથી ભારતના સેનાની ક્ષમતા વધશે.

America Indian army will become stronger now! US approves sale of 31 MQ-9B Guardian drones to India, $4 billion deal ..

America Indian army will become stronger now! US approves sale of 31 MQ-9B Guardian drones to India, $4 billion deal ..

News Continuous Bureau | Mumbai 

America: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત ( India ) અને અમેરિકા વચ્ચે ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી ( strategic partnership ) હેઠળ ડ્રોન ડીલને મંજૂરી આપી છે. નોંધનીય છે કે, અમેરિકા અને ભારત વચ્ચે લગભગ 3.99 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 300 કરોડ રૂપિયાના 31 MQ-9B ડ્રોન ( 31 MQ-9B drones ) માટે ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ ડીલને ( Drone Deal ) મંજૂરી આપી દીધી છે 

Join Our WhatsApp Community

આ મામલાને સંબોધતા, દિલ્હીમાં યુએસ એમ્બેસીના ( US Embassy ) પ્રવક્તાએ મિડીયા રિપોર્ટમાં કહ્યું હતું કે, યુએસ કોંગ્રેસ પાસે હવે આ ડીલની સમીક્ષા કરવા માટે 30 દિવસનો સમય છે. સમીક્ષાના નિષ્કર્ષ પર, ભારત અને યુએ લેટર ઑફ ઑફર એન્ડ એક્સેપ્ટન્સ ( LOA )  સાથે વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તો યુએસ કોંગ્રેસને માહિતી આપતાં, અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સી ( DSCA ) એ કહ્યું હતું કે, વિદેશ વિભાગે મંજૂરી આપતા હવે ડ્રોન સોદાને વેચવાનો મોટો નિર્ણય લીધો છે.

  પ્રસ્તાવિત ડ્રોન વેચાણમાં હાઈ ટેક ઈક્વિપમેન્ટ અને સપોર્ટની વિશાળ શ્રેણી સામેલ છે..

એક અહેવાલ મુજબ, અમેરીકાની એક એજન્સીએ કહ્યું હતુ કે, “આ પ્રસ્તાવિત વેચાણ યુએસ-ભારત વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે અને ઈન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરશે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “પ્રસ્તાવિત વેચાણ ઓપરેશનલ મેરીટાઇમ રૂટ્સનું પણ વિસ્તરણ કરશે. માનવરહિત દેખરેખ અને જાસૂસી પેટ્રોલિંગ વર્તમાન અને ભવિષ્યના જોખમોનો જવાબ આપવાની ભારતની ક્ષમતામાં સુધારો કરશે.”

આ સમાચાર પણ વાંચો :  Budget 2024: ભારતના બજેટ 2024માં મોદી સરકારને માલદીવને આપ્યો મોટો ઝટકો, સહાયની રકમમાં આટલા કરોડનો કર્યો ઘટાડો..

ઉલ્લેખનીય છે કે, પ્રસ્તાવિત ડ્રોન વેચાણમાં હાઈ ટેક ઈક્વિપમેન્ટ અને સપોર્ટની વિશાળ શ્રેણી સામેલ છે. તેનો ઉદ્દેશ્ય ભારતની સૈન્ય ક્ષમતા વધારવાનો છે. આ સોદામાં ભારતને ચોકસાઇ-લક્ષિત યુદ્ધસામગ્રી, અદ્યતન સર્વેલન્સ સાધનો અને MQ-9B એરક્રાફ્ટના સંચાલન અને જાળવણી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. સંરક્ષણ ક્ષેત્રની મોટી અમેરિકન કંપની જનરલ એટોમિક્સ સિસ્ટમ (GA) પાસેથી આ ડ્રોન ખરીદવામાં આવશે. અગાઉ, સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક રાજ્ય મુલાકાત દરમિયાન જાહેર કરાયેલ પ્રસ્તાવિત ડ્રોન સોદામાં આ ક્ષેત્રમાં લશ્કરી સહયોગ અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ટેક્નોલોજી સહકારને આગળ વધારવાની નોંધપાત્ર સંભાવના છે.

નોંધનીય છે કે, આ પહેલા ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે અમેરિકન સરકારે ડ્રોન ડીલ રદ કરી દીધી છે. તેનું કારણ ખાલિસ્તાની આતંકવાદી પન્નુને જવાબદાર ગણવામાં આવી રહ્યું હતું. અમેરિકાનો આરોપ હતો કે એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના કહેવા પર નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્કમાં અમેરિકન નાગરિક પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ હવે ખુદ અમેરિકી વિદેશ મંત્રાલયે ડીલને બહાલી આપીને આ અહેવાલોને ખોટા સાબિત કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Exit mobile version