દેશમાં ઘટતા જતા કોરોનાના સંક્રમણ પગલે અનેક રાજ્યોએ ધીમે ધીમે લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આજે જે રાજ્યોને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે તે છે દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુ.
આજથી દિલ્હીમાં અનલોકનો પાંચમો તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજસ્થાન સરકારે કોરોના કેસોમાં ઘટાડાને કારણે લોકડાઉનમાં વધુ રાહત આપવાનો નિર્ણય લીધો છે.
કર્ણાટકમાં આજ થી મેરેજ હોલ્સ, હોટલો, રિસોર્ટ્સ અને ફંક્શન હોલમાં લગ્ન સમારોહને મંજૂરી આપીને COVID પ્રતિબંધોને વધુ હળવા કરી દીધા છે.
તમિળનાડુ સરકારે પ્રતિબંધ હળવા કરવાના ભાગરૂપે, ચાર જિલ્લાઓમાં પ્રાર્થના સ્થળોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે અને અન્ય 27 જિલ્લાઓમાં, જીમ, યોગ કેન્દ્રો, સંગ્રહાલયો અને સંરક્ષિત સ્મારકો સવારે 10 થી સાંજના 5 સુધી ખોલવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે હજી પણ દરરોજ આવતા નવા કેસોની સંખ્યા 50 હજારની નજીક છે. આ સાથે દેશમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સનો ખતરો પણ યથાવત છે.