Site icon

Anti Paper Leak Act: NEET અને UGC NET પેપર ફોડી વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારે એન્ટી પેપર લીક કાયદો કર્યો લાગુ, 10 વર્ષની સજા, 1 કરોડ સુધીના દંડની જોગવાઈ..

Anti Paper Leak Act: છેલ્લા કેટલા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે નીટની પરીક્ષામાં થયેલા ગેરરીતિને જોતા હવે કેન્દ્ર સરકારે પેપર લીકને લઈને નવો કાયદો બહાર પાડ્યો છે. કેન્દ્ર સરકારે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે લાલ આંખ કરતા કડક કાયદાની જોગવાઈ કરી છે.

Amidst the NEET and UGC NET paper leak controversy, now the central government has implemented anti-paper leak law, 10 years sentence, provision of fine up to 1 crore

Amidst the NEET and UGC NET paper leak controversy, now the central government has implemented anti-paper leak law, 10 years sentence, provision of fine up to 1 crore

News Continuous Bureau | Mumbai

 Anti Paper Leak Act: દેશમાં કેન્દ્ર સરકારે પેપર લીક ( Paper Leak ) વિરોધી કાયદા અને સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા માટે હવે મોટો નિર્ણય લીધો છે. દેશમાં હાલ પેપર ફોડી વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન) મધ્યરાત્રિએ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદા અનુસાર, પેપર ફોડવું અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની સજા થઈ શકે છે.

Join Our WhatsApp Community

આ સિવાય કાયદામાં એક કરોડ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. પેપર ફોડીના મામલાને ધ્યાનમાં રાખીને આ કાયદો 2015માં જ લાગુ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેનો અમલ હજુ સુધી થયો નથી. દેશમાં પેપર ફોડીની વધતી ઘટનાઓ બાદ સંસદે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ કાયદો ફરીથી લાગુ કર્યો હતો. આ પછી શુક્રવારે મધરાત્રેએ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

Anti Paper Leak Act: NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ બાદ હવે આ નિર્ણય લેવાયો હતો..

આ કાયદા મુજબ હવે જો કોઈ પેપર ફોડીમાં દોષી સાબિત થાય તો 10 વર્ષની જેલ અને વધુમાં વધુ 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. કાયદાના અમલીકરણ પછી, UPSC, SSC, રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં લેવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો :  Indian Army: મુંબઈના આ વિસ્તારોમાં બીએમસી અને ભારતીય સેનાના પાઈપ બેન્ડ દ્વારા વગાડવામાં આવતી વ્યુહાત્મક ધૂન સાંભળવાની મળશે તક..

NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને ( Exam Malpractices ) ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા હવે એક મોટું પગલું છે. આ કાયદા પહેલા, કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં થતી ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો.

નોંધનીય છે કે, મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET પરીક્ષા ગેરરીતિઓને કારણે હાલ દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રની નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ વર્ષે 5 મેના રોજ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 4 જૂને જાહેર કરાયેલ પરીક્ષાના પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક્સ મેળવ્યા હતા. આ પછી ખબર પડી કે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે. આ પછી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. આ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી, કેન્દ્રએ ગ્રેસ માર્કસવાળા વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કર્યા હતા અને તેમને 23 જૂને ફરીથી પરીક્ષા આપવાનું કહ્યું હતું.

Shubman Gill Dropped: આ અસલી કારણને લીધે શુભમન ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાં ન મળી જગ્યા!
Team India T20 WC 2026: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ટીમ ઇન્ડિયા જાહેર; શુભમન ગિલ ટીમમાંથી બહાર, ઈશાન-સંજુ ની એન્ટ્રી!
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Donald Trump Tariff: ક્સ ઘટશે, ટેરિફ વધશે! ડોનાલ્ડ ટ્રમ્પની નવી આર્થિક નીતિની જાહેરાતથી અમેરિકી બજારમાં ઉત્સાહ
Exit mobile version