Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં શ્રી અમરનાથજી યાત્રા માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની અને યાત્રા માટે સુરક્ષા કર્મચારીઓની પૂરતી તૈનાતી સુનિશ્ચિત કરવા સૂચના આપી. ગૃહ મંત્રીએ સુસ્થાપિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ રિસ્પોન્સ મિકેનિઝમ સહિત અસરકારક સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ ઇન્ટર-એજન્સી સંકલન પર ભાર મૂક્યો. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક અને મુશ્કેલી વિનાનો અનુભવ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે તથા શ્રી અમરનાથ યાત્રાનાં વ્યવસ્થાપનમાં પર્યાવરણને અનુકૂળ પગલાં લેવા કટિબદ્ધ છે. અમરનાથ યાત્રા 29 મી જૂનથી શરૂ થઈ રહી છે અને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાના સરળ સંચાલન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ સરળતાથી પવિત્ર દર્શન કરી શકે અને તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવું એ મોદી સરકારની પ્રાથમિકતા છે

News Continuous Bureau | Mumbai 

Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ( New Delhi ) શ્રી અમરનાથજી યાત્રા ( Amarnath Yatra ) માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોવાલ, જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર , કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોનાં ડિરેક્ટર, આર્મી ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે અને ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સીએપીએફનાં મહાનિર્દેશક, જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ અને ડીજીપી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Join Our WhatsApp Community
Amit Shah chaired a high-level meeting to review security and logistics arrangements for Shri Amarnathji Yatra in New Delhi.

Amit Shah chaired a high-level meeting to review security and logistics arrangements for Shri Amarnathji Yatra in New Delhi.

આ સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષા એજન્સીઓને ( security agencies ) સતર્ક રહેવા અને અમરનાથયાત્રા માટે સુરક્ષાકર્મીઓની પૂરતી તૈનાતી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે સુસ્થાપિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ રિસ્પોન્સ મિકેનિઝમ સહિત અસરકારક સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ ઇન્ટર-એજન્સી સંકલન સ્થાપિત કરવાની સૂચના આપી હતી. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર શ્રદ્ધાળુઓ ( Devotees ) માટે સુવિધાજનક અને મુશ્કેલી વિનાનો અનુભવ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે તથા શ્રી અમરનાથ યાત્રાનાં વ્યવસ્થાપનમાં પર્યાવરણને અનુકૂળ પગલાં લેવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, શ્રી અમરનાથ યાત્રાનાં શ્રદ્ધાળુઓ સરળતાપૂર્વક પવિત્ર દર્શન કરી શકે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ સુનિશ્ચિત કરવું એ મોદી સરકારની ( Central Government ) પ્રાથમિકતા છે.

Amit Shah chaired a high-level meeting to review security and logistics arrangements for Shri Amarnathji Yatra in New Delhi.

આ સમાચાર  પણ વાંચો : EVM Row: મુંબઈના ચૂંટણી અધિકારીએ EVM ને OTPથી અનલોક કરી શકાય છે આ થિયરીને નકારી કાઢી, ફેક ન્યુઝ માટે અખબારને માનહાનિની ​​નોટિસ.

અમરનાથ યાત્રાને શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરે ( Jammu and Kashmir ) મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગયા વર્ષે સાડા ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર દર્શન કર્યા હતા. આ વર્ષે યાત્રા 29 જૂનથી શરૂ થશે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાના સુચારૂ સંચાલન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે, જેમાં અવિરત નોંધણી, કાફલાની અવરજવર, કેમ્પિંગ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, ટ્રેક્સને અપગ્રેડ કરવા, વીજળી અને પાણીનો પુરવઠો પૂરો પાડવા અને મોબાઇલ ફોન કનેક્ટિવિટી સામેલ છે.

Amit Shah chaired a high-level meeting to review security and logistics arrangements for Shri Amarnathji Yatra in New Delhi.

Amit Shah chaired a high-level meeting to review security and logistics arrangements for Shri Amarnathji Yatra in New Delhi.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version