Site icon

Amit Shah Edited VIDEO: અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં, તેલંગાણાના મુખ્યમંત્રીને પાઠવ્યા સમન્સ; ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પૂછપરછ માટે બોલાવ્યા

Amit Shah Edited VIDEO: દિલ્હી પોલીસે આજે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે અને તેમને 1 મેના રોજ હાજર થવા જણાવ્યું છે. આ દરમિયાન રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે. રેવંત રેડ્ડીએ પોતાના એક્સ હેન્ડલ પરથી અમિત શાહનો એડિટેડ વીડિયો પણ શેર કર્યો હતો.

Amit Shah Edited VIDEO: Revanth Reddy summoned by Delhi Police in Amit Shah's edited video case: Sources

Amit Shah Edited VIDEO: Revanth Reddy summoned by Delhi Police in Amit Shah's edited video case: Sources

News Continuous Bureau | Mumbai 

Amit Shah Edited VIDEO: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને દિલ્હી પોલીસે સમન્સ પાઠવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય મંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં સમન્સ પાઠવ્યું છે. દિલ્હી પોલીસે આજે તેલંગાણાના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મોર્ફ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેશનના સંબંધમાં સમન્સ પાઠવ્યા છે.

Join Our WhatsApp Community

Amit Shah Edited VIDEO: રેવંત રેડ્ડીને સમન્સ

અહેવાલ એવા પણ છે કે દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે 1 મેના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હી પોલીસની ટીમ હાલ હૈદરાબાદમાં હાજર છે. આ મામલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ અને અન્ય પાંચ લોકોને નોટિસ આપવામાં આવશે. આ એ લોકો છે જેમણે ગૃહમંત્રીનો એડિટેડ વીડિયો શેર કર્યો હતો.

Amit Shah Edited VIDEO: આ લોકોની થશે પૂછપરછ

આ લોકોની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ એડિટેડ વીડિયો કોણે બનાવ્યો અને આ લોકો સુધી કેવી રીતે પહોંચ્યો. આ પાંચેય લોકો તેલંગાણા સાથે જોડાયેલા છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલય અને ભાજપની ફરિયાદ બાદ એક દિવસ પહેલા જ આ મામલે કેસ નોંધ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train Derails : મુબઈમાં લોકલ ટ્રેનની બોગી પાટા પરથી ઉતરી, આ રેલવે લાઇન પરની સેવાઓ થઇ પ્રભાવિત; મુસાફરોના હાલ બેહાલ..

Amit Shah Edited VIDEO: સ્પેશિયલ સેલે નોંધી એફઆઈઆર

ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ સેલે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો અને આઈટી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક મોર્ફ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર સમુદાયો વચ્ચે વિસંગતતા પેદા કરવાના ઈરાદાથી શેર કરવામાં આવી રહ્યા છે, જે શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવી શક્યતા છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version