Site icon News Continuous Bureau | Mumbai

દેશના ગૃહ પ્રધાનનો હુંકાર!! કાશ્મીરના મુદ્દા સિવાય હું ગુસ્સે થતો નથી… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે સંસદમાં પોતાના ઊંચા અવાજને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહીને સંસદના તમામ સભ્યોને હસાવી દીધા હતા. ચર્ચા દરમિયાન તેમણે પોતાને કાશ્મીરના મુદ્દા સિવાય કોઈ વાતનો ગુસ્સો આવતો નથી કહીને વિરોધપક્ષોની પણ બોલતી બંધ કરી દીધી હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

લોકસભામાં સોમવારે એક વિધેયક પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમણે વિરોધ પક્ષ દ્વારા તેમના ગુસ્સાને લઈને ઉઠાવવામાં આવેલા મુદ્દા પર જવાબ આપતા કહ્યું હતું કે હું કયારે પણ ગુસ્સો કરતો નથો. પણ કાશ્મીરનો સવાલ આવે છે ત્યારે હું ગુસ્સે થઈ જાવ છું. બાકી ક્યારેય પણ ગુસ્સો કરતો નથી.

આ સમાચાર પણ વાંચો :  ભારત સરકારે દેશના આગામી વિદેશ સચિવ તરીકે આ અધિકારીના નામ પર લગાવી મહોર, હર્ષવર્ધન શ્રૃગંલાનું લેશે સ્થાન; જાણો વિગતે

ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે રકઝક થઈ હતી. આ દરમિયાન અધીર રંજનના એક નિવેદન પણ અમિત શાહને ગુસ્સો આવ્યો હતો અને ગુસ્સામાં કાશ્મીર માટે જીવ આપી દેવાની વાત કરી હતી. સોમવારે વિરોધી પક્ષે આ દિવસેને યાદ કરીને અમિત શાહના ગુસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, તેના જવાબમાં સોમવારે અમિત શાહે પોતાના અવાજને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ ગણાવીને બધાને હસાવી દીધા હતા.

CEC Gyanesh Kumar Appointment Challenged શું નિયમો નેવે મૂકીને બનાવાયા મુખ્ય ચૂંટણી કમિશનર? સર્ચ પેનલ પર લાગ્યા ગંભીર આરોપો…
INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
Exit mobile version