ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાનમાંથી રેસ્કયુ કરીને લોકોને ભારત પરત લાવવાનું મિશન ચાલુ છે.
આ દરમિયાન મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પરત આવેલા કુલ 78 મુસાફરોમાંથી 16 કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ કાબુલથી પવિત્ર 'ગુરુગ્રંથ સાહિબ'ની 3 નકલો લઈને પાછા ફરેલા ત્રણ ગ્રંથી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ તમામ 78 લોકોને હાલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અન્ય નેતાઓ, અધિકારીઓ પણ આ તમામના સંપર્કમાં આવ્યા હતા.
