Site icon

Andhra Pradesh: ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત, કોર્ટે આપ્યા વચગાળાના જામીન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો…વાંચો વિગતે અહીં..

Andhra Pradesh: આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્કીલ ડેવલપમેન્ટ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ આ માહિતી આપી હતી…

Andhra Pradesh Big relief to Chandrababu Naidu, Court granted interim bail.. Know what this whole case...

Andhra Pradesh Big relief to Chandrababu Naidu, Court granted interim bail.. Know what this whole case...

News Continuous Bureau | Mumbai 

 Andhra Pradesh: આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્કીલ ડેવલપમેન્ટ  ( Andhra Pradesh High Court ) કેસમાં આંધ્રપ્રદેશના ( Andhra Pradesh ) પૂર્વ સીએમ ( CM ) અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ( TDP chief N Chandrababu Naidu ) ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ ( Sunakara Krishnamurthy )આ માહિતી આપી હતી.

Join Our WhatsApp Community

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરના રોજ સીઆઈડીએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. જે કલમો હેઠળ એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમને જામીન મળવા મુશ્કેલ હતા.

હાઈકોર્ટના આદેશ અનુસાર ચંદ્રબાબુ નાયડુને 24 નવેમ્બર સુધી જામીન આપવામાં આવ્યા છે. 24 નવેમ્બરે તેઓએ આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટ તેમની મુખ્ય જામીન અરજી પર 10 નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટે તેમને હોસ્પિટલ જવા સિવાય અન્ય કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. તેમને ખાસ કરીને મીડિયા અને રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Inzamam-ul-Haq Resigned: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મચ્યો ખળભળાટ, મુખ્ય સિલેક્ટરે આપ્યું રાજીનામું… જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

 શું હતો આ મામલો..

ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરે 371 કરોડ રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ 9 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે જ્યારે તે જ્ઞાનપુરમમાં બસમાં સૂતા હતા ત્યારે તેમની ધરપકડ કરી હતી. CIDનો દાવો છે કે નાયડુના નેતૃત્વમાં બનાવટી કંપનીઓ દ્વારા સરકારી નાણાં ખાનગી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.આ કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2018માં ફરિયાદ કરી હતી. વર્તમાન સરકારની તપાસ પહેલા જીએસટી ઈન્ટેલિજન્સ વિંગ અને ઈન્કમટેક્સ વિભાગ પણ આ કૌભાંડની તપાસ કરી રહ્યા હતા.

આ પૈસાની હેરાફેરીમાં પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, શેલ કંપનીઓ બનાવીને તેમને નાણાં ટ્રાન્સફર કરવા સંબંધિત દસ્તાવેજોનો પણ નાશ કરી દેવામાં આવ્યો હતો.

 

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version