ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
મોદી સરકાર દ્વારા આજે દિવાળીમાં રાહત આપવા માટે અને લાંબાગાળાના વિકાસ માટે 2.65 લાખ કરોડનું નવું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જોકે સરકારના રોજગાર સર્જનના ફોકસ અને કૃષિલક્ષી વિકાસના નિર્ણયોને જોતા લાંબાગાળે દેશને ફાયદો થવાની આશા વ્યકત કરી છે.
નાણામંત્રીએ કહ્યું કે દેશને કોરોના મહામારીના પડછાયામાંથી બહાર લાવવા માટે જાહેર કરવામાં રાહત પેકેજનું મૂલ્ય દેશની કુલ જીડીપીના 15% આસપાસનું છે,જેમાં 9%નો ભાર માત્ર એકલી કેન્દ્ર સરકારે ઉઠાવ્યો છે.
• દેશના તમામ ઔદ્યોગિક આંકડા સુધારો દર્શાવી રહ્યાં છે
• સર્વિસ અને ઉત્પાદન PMIમાં રેકોર્ડ રિકવરી
• બેંકિંગ સિસ્ટમમાં ફન્ડ ઈન્ફયુઝન ચાલુ છે
• સરકાર સુધારાત્મક પગલાં લઈ રહી છે
• ખેડૂતો અને નાના કારોબારીઓએ દેશના અર્થતંત્રને ટકાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે
• સરકાર વન નેશન વન રેશન કાર્ડમાં આગળ વધી રહી છે
• હવે RBI આર્થિક આંકડાનો રીપોર્ટ દરેક મહિને જારી કરશે
• 2.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે
• NABARD થકી ખેડૂતોને 25,000 કરોડના લોનની ફાળવણી
• 61 લાખ MSMEને 2.05 લાખ કરોડની લોન વહેંચી
• ECS થકી 2 લાખ કરોડ સરકારે આપ્યા
• BFC-HFCsને 7227 કરોડનો લિક્વિડિટી સપોર્ટ
• 11 રાજ્યોને 3621 કરોડની વ્યાજરહિતની લોન આપી..
@ આજની કુલ 12 જાહેરાતોમાં નીચે મુજબ છે.
1 : નવી રોજગાર પોલિસીની જાહેરાત
2: ECLGSને વધુ 4 માસનું એક્સટેન્શન
3 : PLI સ્કીમની જાહેરાત
4 : શહેરમાં ઘર પર ફોકસ
5 : કોન્ટ્રાકટરોને રાહતની જાહેરાત
6 : ઈન્કમ ટેક્સમાં રાહત
7 : NIIFમાં મૂડી ઉમેરણ
8 : ખેડૂતોને ફર્ટિલાઈઝર સબસિડી
9 : અસંગઠિત ક્ષેત્ર માટે રોજગાર યોજના
10. EXIM બેન્કને 3000 કરોડની ક્રેડિટ લાઈન
11 : ઈન્ફ્રા પર ફોકસ
12.કોરોના વેક્સીન માટે નાણાં ફાળવાયા
