Site icon

April Rule 2026: આજથી બદલાઈ ગયા આ 7 મોટા નિયમો; રેલવે ટિકિટ, ATM ટ્રાન્ઝેક્શન અને ઇનકમ ટેક્સમાં થયેલા ફેરફારોની તમારા ખિસ્સા પર શું થશે અસર?

નવા નાણાકીય વર્ષ 2026-27નો પ્રારંભ: હાઈવે પર મુસાફરી મોંઘી થઈ, તો પાન કાર્ડ (PAN Card) માટે હવે વધુ દસ્તાવેજો આપવા પડશે; જાણો વિગતે.

April 1 Rules Change 2026 From Railway refunds to ATM-UPI withdrawals 7 big changes that will affect your pocket

April 1 Rules Change 2026 From Railway refunds to ATM-UPI withdrawals 7 big changes that will affect your pocket

News Continuous Bureau | Mumbai

 આજે 1 એપ્રિલ 2026 છે, એટલે કે નવા નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ દિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી બેંકિંગ, રેલવે, ઇનકમ ટેક્સ અને હાઈવે ટોલ ટેક્સ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિયમોમાં મોટા ફેરફારો અમલી બન્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના માસિક બજેટ અને નાણાકીય વ્યવહારો પર પડશે.

Join Our WhatsApp Community

રેલવે ટિકિટ કેન્સલેશન અને બોર્ડિંગ પોઈન્ટમાં ફેરફાર

રેલવેએ મુસાફરો માટે રિફંડના નિયમો કડક બનાવ્યા છે. હવે કન્ફર્મ ટિકિટ ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 8 કલાક પહેલા કેન્સલ કરાવવી પડશે, તો જ રિફંડ મળશે (પહેલા આ મર્યાદા 4 કલાકની હતી). જોકે, એક રાહતની વાત એ છે કે હવે તમે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા સુધી ઓનલાઇન બોર્ડિંગ સ્ટેશન બદલી શકશો.

આ સમાચાર પણ વાંચો : Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો

FASTag મોંઘો થયો અને ATM-UPI પર નવા ચાર્જ

જો તમે હાઈવે પર મુસાફરી કરો છો, તો જાણી લો કે FASTag ના એન્યુઅલ પાસની કિંમત ₹3,000 થી વધારીને ₹3,075 કરવામાં આવી છે. આ ઉપરાંત, હવે ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. બેંકિંગ ક્ષેત્રમાં પણ મોટો ફેરફાર થયો છે; હવે એટીએમમાંથી UPI દ્વારા પૈસા ઉપાડવા પણ તમારા મહિનાના ‘ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન’ની લિમિટમાં ગણવામાં આવશે. લિમિટ પૂરી થયા બાદ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

PAN કાર્ડના નવા નિયમો અને ઇનકમ ટેક્સમાં રાહત

પાન કાર્ડની સુરક્ષા વધારવા માટે હવે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી. હવે અરજી સમયે વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા 10મીની માર્કશીટ જેવા વધારાના દસ્તાવેજો આપવા પડશે. બીજી તરફ, ઇનકમ ટેક્સમાં રાહત આપતા સરકારે ITR-3 અને ITR-4 ભરવાની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે દરેક ડિજિટલ પેમેન્ટ માટે ‘ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન’ પણ આજથી ફરજિયાત બન્યું છે.

 

Braving the Mines: મોતને હાથતાળી આપી નીકળ્યું ભારતીય જહાજ! માઈન્સથી ભરેલા દરિયામાં ઈરાની સેનાએ આ રીતે બચાવ્યું LPG ટેન્કર
Iran Threats US Tech Companies: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો: 18 ટેક જાયન્ટ્સને મળી ધમકી, હજારો કર્મચારીઓના જીવ જોખમમાં
Russia Petrol Export Ban: LPG બાદ હવે પેટ્રોલનો વારો? રશિયાના એક નિર્ણયથી આખી દુનિયામાં મચ્યો હોબાળો, જાણો ભારત પર શું થશે અસર
Russia Plane Crash Crimea: રશિયાનું સૈન્ય વિમાન ક્રિમિયામાં તૂટી પડ્યું, ટેકનિકલ ખામીને કારણે 29 ના મોત.
Exit mobile version