ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
ભારતની લદાખ-ચીન સરહદે ઘાટીમાં થયેલી ખૂની અથડામણને એક મહિનાનો સમય થવા આવ્યો છે. અને ભવિષ્યમાં પણ દુશ્મનોનો કોઈ ભરોસો કરી શકાય નહીં. આથી જ રક્ષા મંત્રાલયએ ભારતીય સેનાને ખાસ વિશેષ અધિકાર આપ્યો છે. જે મુજબ સેના કટોકટીના સમયે 300 કરોડ રૂપિયા સુધીના શસ્ત્રો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકે છે.
સેનાને આ વિશેષાધિકાર ની મંજૂરી બુધવારે સંરક્ષણ મંત્રાલય હેઠળ ની 'સંરક્ષણ ખરીદી પરિષદે' સશસ્ત્ર દળોને આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય નું મહત્વ જણાવતા કહ્યું કે, "તેના હાથમાં પરિસ્થિતિ મુજબ શસ્ત્રો ખરીદવાનો અધિકાર હશે તો અત્યારે શસ્ત્રો ખરીદવા માં અને દેશમાં લાવવામાં જે લાંબો સમય નીકળે છે તે સમય ઘટી જશે એટલું જ નહીં મહત્વનો શસ્ત્ર-સરંજામ એક વર્ષની અંદર જ ભારતમાં આવી જશે."
બીજું ખરીદી સંબંધિત સંખ્યાને લઈને પણ કોઈ મર્યાદા નથી. પરંતુ ઇમર્જન્સી કેટેગરીની પ્રત્યેક ખરીદી 300 કરોડ રૂપિયાથી વધુની ન હોવી જોઈએ. આ નિર્ણય દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં લેવામા આવ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com