Site icon News Continuous Bureau | Mumbai

દુશ્મનોની હવે ખેર નથી! ભારતીય સેનાએ 100 સુસાઇડ ડ્રોનનો આપ્યો ઓર્ડર, આ ઇઝરાયેલની કંપની બેંગ્લોરમાં સેના માટે બનાવશે ‘સ્કાય સ્ટ્રાઇકર’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

ભારતીય દળોના સામર્થ્ય વધારવા માટે લશ્કરે સ્કાય સ્ટ્રાઇકર નામના 100 કરતાં વધારે સશસ્ત્ર ડ્રોન મેળવવા માટે બેંગાલુરૂમાં હેડ કવાર્ટર ધરાવતી કંપની આલ્ફા ડિઝાઇન સાથે કરાર કર્યા છે. 

આલ્ફા ડિઝાઇન ઇઝરાયલની એલ્બિત સિક્યુરિટી સિસ્ટમ્સ સાથેના સંયુક્ત સહકારમાં આ ડ્રોનનું બેંગાલુરૂમાં ઉત્પાદન કરશે. 

આ ડ્રોન મેળવવાના કરાર થવાને પગલે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા ઝૂંબેશને પણ વેગ મળશે. આ ડ્રોનનું ઉત્પાદન બેંગાલુરૂમાં થવાનું હોઇ સંરક્ષણ ક્ષેત્રના સ્વદેશીકરણને પણ વેગ મળશે

ભારતીય લશ્કરે સ્કાય સ્ટ્રાઇકર ડ્રોન મેળવવાનો ઓર્ડર તેના ઇમરજન્સી પ્રોક્યુરમેન્ટ પાવર્સનો ઉપયોગ કરીને આપ્યો છે.

ઇઝરાયલી કંપનીની વેબસાઇટ પર આ ડ્રોન અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન લાંબા અંતરે ચોકસાઇપૂર્ણ હુમલો કરવા માટે કિફાયતી ઉપકરણ છે. 

સ્કાય સ્ટ્રાકકર ડ્રોનના ઇલેક્ટ્રિક પ્રોપલ્શન નહિવત અવાજ કરતા હોવાથી નીચી ઉંચાઇએ ગુપ્ત કામગીરી કરવા માટે આ ડ્રોન આદર્શ પુરવાર થાય તેમ છે. 

આ ડ્રોન લક્ષ્ય સ્થાને વિસ્ફોટકો સાથે ધસી જતા હોવાથી તેને સુસાઇડ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશ્વમાં મોદીનો વાગ્યો ડંકો: દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, જો બાઈડન સહિત દુનિયાના આ 13 દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખોને મૂકી દીધા પાછળ

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version