Site icon

Arvind Kejriwal Arrest: કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી, કોર્ટે કહ્યું કોઈ ન્યાયિક હસ્તક્ષેપની જરુર નથી..

Arvind Kejriwal Arrest: સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? કોર્ટે કહ્યું કે આ મામલામાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે, તો તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જોવામાં આવશે.

Arvind Kejriwal Arrest Rejecting petition to remove Kejriwal from CM post, court said no judicial intervention required..

Arvind Kejriwal Arrest Rejecting petition to remove Kejriwal from CM post, court said no judicial intervention required..

 News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal Arrest: આમ આદમી પાર્ટી ( AAP ) ના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી ( Delhi CM ) પદેથી હટાવવાની માંગ કરતી PILની આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે કોર્ટે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ શાસનનો આદેશ આપી શકે નહીં. રાષ્ટ્રપતિ શાસન અંગેનો નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ પર જ લઈ શકાય છે. તેથી કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. 

Join Our WhatsApp Community

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ( Delhi High Court ) અરજીકર્તાના વકીલને પૂછ્યું કે શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? કોર્ટે કહ્યું કે આ મામલામાં ન્યાયિક હસ્તક્ષેપની ( judicial intervention ) જરૂર નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે, તો તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જોવામાં આવશે. તેમજ તેમની ભલામણ પર જ રાષ્ટ્રપતિ શાસન અંગે નિર્ણય લેવામાં આવશે. આ રીતે, કોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ( PIL ) ફગાવી દીધી હતી અને રાષ્ટ્રપતિ શાસન માટેનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવતા કોંગ્રેસને લાગ્યો ઝટકો, IT વિભાગને ચૂકવવા જ પડશે 532 કરોડ

આ સમગ્ર મામલો લેફ્ટનન્ટ ગવર્નરની નોંધમાં છે..

હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, અમે દિલ્હીમાં ચાલી રહેલી ઘટનાક્રમ પર લેફ્ટનન્ટ ગવર્નરનું ( Lieutenant Governor ) નિવેદન વાંચ્યું છે. આ સમગ્ર મામલો તેમની નોંધમાં છે. તેમને આ બાબતે તપાસ કરવા દો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપતી નથી. અમે અરજીમાં લાગેલા આરોપો પર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ આ મુદ્દો એવો નથી કે કોર્ટ તેના પર આદેશ આપે.

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version