Site icon

CAA Rules Notification: દેશમાં CAA લાગુ થતાં જ, હવે IUML-DYFI મુસ્લિમ સંગઠનો આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી, કહ્યું આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે..

CAA Rules Notification: દેશમાં CAA કાયદો લાગુ થયા બાદ, હવે 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે.

As soon as the CAA was implemented in the country, now IUML-DYFI Muslim organizations approached the Supreme Court against this law, saying that this law discriminates against Muslims.

As soon as the CAA was implemented in the country, now IUML-DYFI Muslim organizations approached the Supreme Court against this law, saying that this law discriminates against Muslims.

 News Continuous Bureau | Mumbai

CAA Rules Notification: દેશમાં સોમવારે સાંજથી CAA કાયદાનું નોટિફિકેશન બહાર પાડી. તેનું અમલીકરણ કરી નાખ્યું છે. ત્યારે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) લાગુ થયાના બીજા જ દિવસે, મુસ્લિમ સંગઠનો તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) પહોંચ્યા હતા. આજે, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ( IUML ) અને ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઈન્ડિયા  ( DYFI ) એ એક નિવેદનમાં કહ્યું હતું કે, “આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. તેમજ આ મામલો હજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી NDA સરકારની આગેવાની હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદાનો અમલ ન કરવો જોઈતો હતો. દેશની સૌથી મોટી કોર્ટમાં IUML દ્વારા આપવામાં આવેલી અરજીમાં CAAને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ સંગઠનોએ ( Muslim organizations ) પણ હવે આ સમયગાળા દરમિયાન CAA પર સ્ટે મૂકવાની માંગ કરી છે. 

Join Our WhatsApp Community

દેશમાં CAA કાયદો લાગુ થયા બાદ, હવે 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ( non-Muslim refugees ) નાગરિકતા આપવામાં આવશે. CAA નિયમોના પ્રકાશન સાથે, મોદી સરકાર આ ત્રણ દેશોના ધર્મના નામે અત્યાચાર ગુજારવામાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ) ને ભારતીય નાગરિકતા ( Indian citizenship ) આપવાનું શરૂ કરશે. જો કે, વિપક્ષે લોકસભા ચૂંટણી 2024 પહેલા તેની જાહેરાતને લઈને હવે સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : Cryptocurrency price: બિટકોઈનમાં તોફાની તેજી, અત્યાર સુધીના ઊંચા રેકોર્ડ ભાવે, જાણો કેમ વધ્યા આ ક્રિપ્ટોકરન્સીના ભાવ..

 CAA ડિસેમ્બર, 2019 માં બંને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું..

ઉલ્લેખનીય છે કે, CAA ડિસેમ્બર, 2019 માં બંને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને રાષ્ટ્રપતિની મંજુરી પણ મળી ગઈ હતી. પરંતુ ત્યારબાદ દેશના જુદા જુદા ભાગોમાં તેની સામે ભારે વિરોધ શરૂ થયો હતો. જો કે, આ કાયદો અત્યાર સુધી લાગુ થઈ શક્યો નહતો. કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજુ સુધી સૂચિત થવાના હતા. જો કે હવે કેન્દ્ર સરકારે દેશમાં આ કાયદો લાગુ કરી દીધો છે.

દરમિયાન, ગૃહ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન અનુસાર, “આ નિયમો CAA-2019 હેઠળ પાત્ર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવા માટે અરજીઓ સબમિટ કરવા સક્ષમ બનાવશે. અરજીઓ સંપૂર્ણપણે ઑનલાઇન મોડમાં સબમિટ કરવામાં આવશે, જેના માટે એક વેબ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે.”

Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Exit mobile version