ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
સરકાર બુદ્ધનો સંદેશો ફેલાવા માંગે છે કે "આજનો સમય હિંસામાં ભાગ લેવાનો નહીં પરંતુ, અહિંસાના મધ્યમ માર્ગ પર ચાલવાનો સમય છે" ચીન સાથેના તનાવ વચ્ચે, કેન્દ્ર સરકારે શનિવારે, બુધ્ધએ, તેમના પ્રથમ શિષ્યોના સમૂહને, આપેલા પ્રથમ ઉપદેશની યાદમાં ‘અષાઢી પૂર્ણિમા’ ઉજવવાનું નક્કી કર્યું છે. ભારતના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારી આ કાર્યક્રમમાં ચીન સિવાય મોટાપાયે બૌદ્ધ ધર્મ પાલતા દેશોના નેતાઓની વર્ચ્યુઅલ ભાગીદારી જોવા મળશે. કેન્દ્રીય તિબેટીયન વહીવટી તંત્રે તિબેટી બૌદ્ધોને પણ સરકારના આ પ્રયત્નોને "ટેકો આપવા અને પ્રશંસા કરવા" મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઓનલાઈન ભાગ લેવા જણાવ્યું છે.
નોંધનીય છે, ભગવાન બૌદ્ધના આ સંદેશાને લોકોસુધી પહોંચાડવાના પ્રયત્નો ને પ્રોત્સાહન આપવા સરકારની ત્રણ સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓમાં એક આઈબીસીએ નવી દિલ્હીમાં 2011 માં પ્રથમ કાર્યક્રમ યોજ્યો હતો ,ત્યારે ચીનના સાત બૌદ્ધ સાધુઓએ તેમાં ભાગ લીધો હતો, પરંતુ તે પછી ચીને સખ્તાઇથી સાધુઓને દૂર રાખ્યા છે.
આ ઉજવણી સંદર્ભે સરકારનું કહેવું હતું કે " હાલ પડોશી દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષના સમયે સાંસ્કૃતિક મુત્સદ્દીગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે" ભારત સંદેશો આપવા માંગે છે કે સમાન વિચારધારાવાળા દેશો એક મંચ પર આવી રહ્યા છે. જોકે, અહીં મહત્ત્વની વાત એ છે કે આ માટે ભારત સહિત અન્યો દેશો એ સતત પ્રયત્નો કરવા પડશે અને વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક ચાલ સાથે ભારત-ચીન નીતિ પર નજર રાખવી જોઈએ…."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com