Apna Radio 90.0 FM: મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આઈઆઈએમસી આઈઝોલ ખાતે ભારતના 500મા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન- અપના રેડિયો 90.0 એફએમનું ઉદ્ઘાટન કર્યું

Apna Radio 90.0 FM: શ્રી વૈષ્ણવે 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી. આઇઆઇએમસીના અપના રેડિયો સ્ટેશન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છેઃ શ્રી વૈષ્ણવ

News Continuous Bureau | Mumbai

Apna Radio 90.0 FM: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (આઈ એન્ડ બી) શ્રી અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) આજે 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી. મંત્રીશ્રીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન અને મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાની ઉપસ્થિતિમાં ભારતના 500માં કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું. ‘અપના રેડિયો 90.0 એફએમ’ સ્ટેશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, આઇઝોલ દ્વારા સંચાલિત એક સ્ટેશન છે. 

Join Our WhatsApp Community

ભારતની સામુદાયિક રેડિયો યાત્રામાં ( National Community Radio Awards ) આ સીમાચિહ્નની જાહેરાત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ પહેલ અપના રેડિયો સ્ટેશનના ( Radio Station ) કવરેજ ક્ષેત્રમાં રહેતા લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ શુભારંભ સરકારની એક્ટ ઇસ્ટની નીતિમાં પણ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

મંત્રીએ મિઝોરમના મુખ્યમંત્રીને ( Lalduhoma ) માહિતી આપી કે, કેન્દ્રીય બજેટમાં પૂર્વોત્તર ક્ષેત્ર માટે રેલવે બજેટ અંતર્ગત વિક્રમજનક ફાળવણી કરવામાં આવી છે. તેનાથી મિઝોરમને સારી રેલવે કનેક્ટિવિટી મળવાના લાંબા સમયથી ચાલતા સપનાં પૂરાં થશે.

મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે, આઇઆઇએમસી આઇઝોલ ( IIMC Aizawl ) ખાતે અપના રેડિયો સ્ટેશન રાજ્ય માટે સંચારમાં નવો અધ્યાય લખશે. મિઝોરમ ( Mizoram ) મુખ્યરૂપે કૃષિ પ્રધાન રાજ્ય છે, કેમકે તેની કૃષિ ક્ષમતા ઘણી જ વધુ છે. ખેડૂત સમુદાય માટે એક સામુદાયિક રેડિયો સ્ટેશનની સ્થાપના કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે, જે તેમને દૈનિક હવામાન અપડેટ્સ, સરકારી યોજનાઓ અને કૃષિ સંબંધિત માહિતી પ્રદાન કરશે. તેમણે આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે સાથસહકાર અને સમર્પણ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા અન્ય તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.

ashwini vaishnaw inaugurated India's 500th Community Radio Station- Apna Radio 90.0 FM at IIMC Aizawl

ashwini vaishnaw inaugurated India’s 500th Community Radio Station- Apna Radio 90.0 FM at IIMC Aizawl

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને આ પ્રકારનાં સ્ટેશનોની સામાજિક રીતે લાભદાયક પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે, ખાનગી રેડિયો ચેનલોની વ્યાવસાયિક પ્રકૃતિની સામે સામુદાયિક રેડિયો સ્ટેશનોની સ્થાપના છેવાડાનાં માઈલ સુધી માહિતી સંચાર કરવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કુદરતી આપત્તિના સમયમાં આ સ્ટેશનોની ભૂમિકા નોંધપાત્ર રીતે વધી જાય છે.

આ સમાચાર પણ વાંચો:  Rashtrapati Bhavan: ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’ના નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ રાખવામાં આવ્યા

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ જણાવ્યું કે, સામુદાયિક રેડિયો સ્ટેશન કૃષિ સંબંધિત માહિતી, ખેડૂતોનાં કલ્યાણ માટેની સરકારી યોજનાઓ, હવામાનની માહિતી વગેરેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એક અનન્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે જ્યાં વૈકલ્પિક અવાજો સાંભળી શકાય છે અને સામગ્રી સ્થાનિક બોલીઓ અને પ્રાદેશિક ભાષાઓમાં રજૂ કરવામાં આવે છે. આ સામુદાયિક રેડિયો ખાસ કરીને સમાજના ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગ માટે મહત્વપૂર્ણ છે, જેની મુખ્યધારાની મીડિયા સુધી પહોંચ નથી.

ashwini vaishnaw inaugurated India’s 500th Community Radio Station- Apna Radio 90.0 FM at IIMC Aizawl

તેમણે વધુમાં જણાવ્યું કે મંત્રાલય દેશભરમાં સામુદાયિક રેડિયો સ્ટેશનોના વિકાસને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.

આઇઆઇએમસીના વાઇસ ચાન્સેલર ડૉ.અનુપમા ભટનાગરે જણાવ્યું કે ‘અપના રેડિયો 90.0 એફએમ’નું ઉદ્ઘાટન એ મિઝોરમના ઇતિહાસનો એક નવો અધ્યાય છે, જે સંવાદ દ્વારા સમુદાયોને એક સાથે લાવશે, સ્થાનિક સંસ્કૃતિનું પ્રદર્શન કરશે, નાગરિકોને પ્રોત્સાહન આપશે અને સશક્ત બનાવશે.

10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓ

શ્રેણી: વિષયગત પુરસ્કાર           

શ્રેણી: વિષયગત સર્વાધિક અભિનવ સામુદાયિક સહભાગિતા પુરસ્કાર

શ્રેણી: સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર

શ્રેણી: સંધારણીયતા મૉડલ પુરસ્કાર

આ સમાચાર પણ વાંચો: Mumbai Schools Closed: મુંબઈમાં મેઘ તાંડવ… શહેરના રસ્તાઓ થયા પાણી પાણી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ; શાળા-કોલેજો બંધ..

મંત્રાલયે કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો (સીઆરએસ) વચ્ચે નવીનતા અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2011-12માં નેશનલ કમ્યુનિટી રેડિયો એવોર્ડ્સની સ્થાપના કરી હતી.

સામાન્ય રીતે દર વર્ષે રાષ્ટ્રીય સમુદાય રેડિયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ શ્રેણીમાં મંત્રાલયે આજે નીચેની 4 શ્રેણીઓમાં 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી છે.

  1. વિષયગત પુરસ્કાર
  2. સૌથી નવીન સામુદાયિક સહભાગિતા પુરસ્કાર
  3. સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર
  4. સ્થાયિત્વ મૉડલ પુરસ્કાર

દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર ક્રમશઃ 1.0 લાખ રૂપિયા, 75,000 રૂપિયા અને 50,000 રૂપિયા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version