ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારતે હાઇબ્રીડ ફ્લાઈંગ કારના કાર્યક્ષેત્રમાં મોટી કામગીરી કરી છે. હાઇબ્રીડ ફ્લાઈંગ કારનું મોડલ લોન્ચ માટે તૈયાર છે. સોમવારે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે ભારતીય બનાવટની આ એશિયાની પ્રથમ ફ્લાઈંગ કાર છે.
ચેન્નઇની કંપની વિનતા એરો મોબિલિટીએ આ કાર તૈયાર કરી છે. જેને લંડનના હેલીટેક એક્ઝિબિશનમાં 5મી ઓકટોબરે લોન્ચ કરવામાં આવશે.
કાર વિશે કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર માહિતી આપી હતી. તેમણે કાર બનાવનારી ટીમને અભિનંદન આપતા કહ્યું હતું કે પ્રવાસ, મેડિકલ ઈમજન્સી તેમજ કાર્ગો સેવા માટે કારનો ઉપયોગ થશે.
'કૂલી’ ફિલ્મનો આ બાળકલાકાર અત્યારે છે ૩૦૦ કરોડની સંપત્તિનો માલિક; જાણો કોણ છે તે અભિનેતા
ફ્લાઈંગ કારની વિશેષતાઓ:-
આ કંપની પાયલટને કાર ચલાવવાની તાલીમ આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર ચાલશે. બહારથી સ્ટાઇલિશ દેખાતી કારની અંદર અદ્યતન સુવિધાઓ અને એડવાન્સ ફીચર પણ છે.
કારનું વજન ૧૧૦૦ કિલો છે અને તે ૧૩૦૦ કિલો જેટલું વજન લઈને ઊડી શકે છે.
વિમાનની જેમ જ આ કારમાં ઇજેક્શન પેરાશુટ રાખવામાં આવ્યું છે. આ હાઈબ્રિડ કાર ઈંધણ અને બેટરી બંને દ્વારા ચાલશે.
કલાકે ૧૨૦ કિલોમીટરની ઝડપે ઊડી શકશે તેવો કંપનીએ દાવો કર્યો છે. આકાર 3 હજાર ફૂટ ઊંચાઈ સુધી ઊડવાની ક્ષમતા ધરાવતી કારમાં બે પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકશે.
