Site icon News Continuous Bureau | Mumbai

Assembly Elections 2023: ચૂંટણીની તારીખો જાહેર! છત્તીસગઢ સિવાય આ ચારેય રાજ્યોમાં એક તબક્કામાં મતદાન, જાણો કઇ-કઇ તારીખે યોજાશે ચૂંટણી.. વાંચો વિગતે અહીં..

Assembly Elections 2023: લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 કલાકે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

EC announces poll schedule for 5 states, voting begins on Nov 7, counting on Dec 3

EC announces poll schedule for 5 states, voting begins on Nov 7, counting on Dec 3

News Continuous Bureau | Mumbai 

Assembly Elections 2023: લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 કલાકે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની હવાની દિશા નક્કી કરશે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. આ સાથે જ છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન, મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન યોજાશે. આ તરફ 17 નવેમ્બરે મધ્યપ્રદેશમાં મતદાન યોજાશે.આ સાથે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. મહત્વનું છે કે, આગામી 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

Join Our WhatsApp Channel

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા.

મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

  60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે તેમણે 40 દિવસમાં 5 રાજ્યોની મુલાકાત લીધી. તમામ રાજ્યોના અધિકારીઓ, પોલીસ, બેંક અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓને મળ્યા જેઓ ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશે. અમે દરેકનો પ્રતિભાવ લીધો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ રાજ્યોમાં કુલ 16.14 કરોડ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

મધ્યપ્રદેશ 5.6 કરોડ
રાજસ્થાન 5.25 કરોડ
તેલંગાણા 3.17 કરોડ
છત્તીસગઢ 2.03 કરોડ
મિઝોરમ 8.52 લાખ

આજે ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં ભાજપ જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગાણામાં સત્તા પર છે. તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.

વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.

 આ સમાચાર પણ વાંચો: Mooli Paratha: આ રીતે બનાવો મૂળાના પરાઠા, લાગશે ખૂબ જ ટેસ્ટી.. નોંધી લો રેસિપી..

 બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે શુક્રવારે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ થયા હતા. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર અને સિક્યુરીટી ઓબ્ઝર્વર પણ હાજર રહ્યા હતા. બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનર પણ હાજર રહ્યા હતા.

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન

રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચૂંટણીની થશે જાહેરાત
છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીની જાહેરાત
મિઝોરમ વિધાનસભાની મુદત 17 ડિસેમ્બરે પુરી થાય છે
ચુંટણી પંચની ટીમે 5 રાજ્યોની લીધી મુલાકાત – EC
તારીખ નક્કી કરતા પહેલા રાજકીય પક્ષો સાથે કરી ચર્ચા – EC

 31 ઓક્ટોબર સુધી પક્ષોએ ખર્ચની જાણકારી આપવી..

દરેક મતદાન મથક 2 કિમીથી દૂર નહીં હોય – EC
ચુંટણીવાળા રાજ્યોમાં 940 ચેક પોસ્ટ તૈયાર કરાઈ – EC
ચેક પોસ્ટથી તમામ ગતિવિધિઓ પર નજર રખાશે – EC
ડ્રગ્સ અને દારૂની હેરાફેરી પર રખાશે નજર – EC
છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું 7 નવેમ્બરે મતદાન
છત્તીસગઢમાં બીજા તબક્કાનું 17 નવેમ્બરે મતદાન
મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે મતદાન
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે યોજાશે મતદાન
રાજસ્થાનમાં 23 નવેમ્બરે યોજાશે મતદાન
તેલગાંણામાં 30 નવેમ્બરે યોજાશે મતદાન
3 ડિસેમ્બરે તમામ રાજયોની મતગણતરી યોજાશે

Iran Attack UAE Oil Tanker યુદ્ધની આગમાં ભારતીયનું બલિદાન, હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના ઓઈલ ટેન્કર પર હુમલો, એક ભારતીયનું મોત.
Yemen Sanaa Airport Attack ઈરાનઅમેરિકા જંગની આગ યમન સુધી પહોંચી, સાઉદીનો રનવે પર પ્રહાર, હૂતીઓનો ‘બદલા’નો હુંકાર.
IranUS Conflict Escalation ઈરાનના પાંચ પોર્ટ પર તબાહી, વળતા જવાબમાં 4 દેશોમાં અમેરિકાને પહોંચાડ્યું મોટું નુકસાન!
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Exit mobile version