Assembly Elections 2024: લોકસભા બાદ હવે ભાજપ વિધાનસભા ચૂંટણીની તૈયારી, આ રાજ્યોમાં ભાજપે પ્રભારીઓની નિમણુંક કરી..  

Assembly Elections 2024: 4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રભારીઓની નિમણુંક કરી છે. 

Assembly Elections 2024 BJP announces leaders in charge for upcoming state Assembly elections

 News Continuous Bureau | Mumbai 

Assembly Elections 2024: લોકસભા ચૂંટણી 2024 બાદ હવે ભાજપે ( BJP ) વિધાનસભા ચૂંટણી ( State  Assembly election ) જીતવા માટે  તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યો માટે ચૂંટણી પ્રભારીની નિમણૂંક કરી છે. 

Join Our WhatsApp Community

Assembly Elections 2024: ભાજપે હવે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી 

પાર્ટીએ ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્ર ( Maharashtra ) ના ચૂંટણી પ્રભારી તરીકે જાહેર કર્યા. આ સિવાય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાની જવાબદારી મળી છે અને તેમની સાથે ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની જવાબદારી જી કિશન રેડ્ડીને આપવામાં આવી છે.

Assembly Elections 2024 BJP announces leaders in charge for upcoming state Assembly elections

Assembly Elections 2024: આ બે રાજ્યોમા ઓક્ટોબરમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 

મહત્વનું છે કે  આ વર્ષે હરિયાણા  અને  મહારાષ્ટ્ર માં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.4 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રભારીઓની નિમણુંક કરી છે.  હાલમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ ( NDA ) ને બહુમતી મળી છે. આવી સ્થિતિમાં ભાજપ હવે સત્તામાં આવી ગયું છે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ સમાચાર  પણ વાંચો : Train Accident: કંચનજંગા એક્સપ્રેસ પાછળ ઘૂસી માલગાડી, કોચનો કચ્ચરઘાણ, એકની ઉપર એક ડબ્બા; જુઓ દુર્ઘટનાની ડરામણી તસવીરો..

જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 

Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version