Site icon

લો કરો વાત !!રામ મંદિર માટે ડોનેશન માટે અપાયેલા ચેક બાઉન્સ થયા બે પાંચ નહીં… હજારો..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,16 એપ્રિલ 2021.
શુક્રવાર.
   અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અર્થે વિશ્વ હિંદુ પરિષદને ડોનેશન તરીકે આપવામાં આવેલા  કરોડો રૂપિયાના હજારો ચેક બાઉન્સ થયા છે.
    કેન્દ્ર સરકાર દ્વારા મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક ઓડિટ રિપોર્ટમાં આ વાત જાહેર થઈ છે. રિપોર્ટ અનુસાર 22 કરોડ રૂપિયા ના લગભગ 15000 ચેક બાઉન્સ થયા છે. બેંક ખાતામાં પૈસાની અછત અથવા ટેકનિકલ ખરાબીને કારણે આ ચેક બાઉન્સ થવાની શક્યતા છે. જોકે બેન્ક પોતાની ટેકનિકલ ખરાબીને સુધારવાના પ્રયત્નો માં લાગી ગઈ છે.


    ટ્રસ્ટના એક સદસ્યના જણાવ્યા અનુસાર, ટેકનિકલ ખરાબીને કારણે થયેલી ગડબડ ને લીધે બેંક દાતાઓ પાસે ફરીથી ચેક આપવા માટેની વિનંતી કરી રહી છે.
     વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી ડોનેશન એકઠું કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું હતું. એ દરમિયાન જ તેમને હજારોની સંખ્યામાં ચેક મળ્યા હતા. રામ મંદિર નિર્માણ અર્થે  અંદાજે 5000 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. જોકે ટ્રસ્ટે આ દાનમાં મળેલી રકમ વિશે અંતિમ આંકડો જાહેર કર્યો નથી.

Join Our WhatsApp Community
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Exit mobile version