SheSTEM 2024: અટલ ઈનોવેશન મિશન, સ્વીડિશ દુતાવાસે શીસ્ટૈમની કરી ઉજવણી, આ સિસ્ટમ પર કેન્દ્રિત નવીન વિચારો રજૂ કરવા આપવામાં આવ્યું આમંત્રણ.

SheSTEM 2024: અટલ ઈનોવેશન મિશન, સ્વીડિશ દુતાવાસે ટકાઉ ભવિષ્ય માટે યુવાનોના નેતૃત્વવાળા સમાધાનની શરૂઆત કરતા શીસ્ટૈમ (SheSTEM) 2024ની ઉજવણી કરી

News Continuous Bureau | Mumbai

 SheSTEM 2024:  નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ) અને સ્વીડનના દૂતાવાસમાં ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન, નોર્ડિક સહયોગીઓ – ઇનોવેશન નોર્વે, ઇનોવેશન સેન્ટર ડેન્માર્ક અને બિઝનેસ ફિનલેન્ડ સાથે ભાગીદારીમાં, SheSTEM 2024ના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો છે. આ વાર્ષિક પહેલ STEMમાં મહિલાઓના યોગદાનની ઉજવણી કરે છે અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)માં કારકિર્દી શોધવા માટે યુવા દિમાગને પ્રોત્સાહિત કરીને નવીનતાઓની આગામી પેઢીને પ્રેરણા આપવા માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપે છે.  

Join Our WhatsApp Community

SheSTEM 2024 ચેલેન્જમાં ભારતભરમાં ધોરણ 6-12ના વિદ્યાર્થીઓને બેટરી ટેકનોલોજી ( Battery technology ) અને એનર્જી સ્ટોરેજ (બેસ્ટ) સિસ્ટમ પર કેન્દ્રિત નવીન વિચારો રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇન્ડિયા-નોર્ડિક બેસ્ટ પ્રોજેક્ટનો ( India-Nordic Best Project ) એક ભાગ, આ પડકારનો ઉદ્દેશ ઊર્જા સોલ્યુશન્સને આગળ વધારીને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે. સહભાગીઓને બે મિનિટના વીડિયો ફોર્મેટમાં ઊર્જા સંગ્રહ અને સ્થિરતા માટે તેમના પ્રોટોટાઇપ્સ અથવા વિભાવનાઓ પ્રસ્તુત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને અપવાદરૂપ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં 1000થી વધુ રજૂઆતો ભારતના યુવાનોની સર્જનાત્મકતા, સમસ્યાના સમાધાનના કૌશલ્યો અને ભવિષ્યલક્ષી માનસિકતાનું પ્રદર્શન કરતી હતી. પ્રસ્તુત કરવામાં આવેલા વિચારોમાં યુવાન નવપ્રવર્તકોની પ્રચંડ સંભાવના દર્શાવવામાં આવી છે, જેઓ ટકાઉપણું, ટેકનોલોજી અને વિજ્ઞાનમાં નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.

Atal Innovation Mission, Swedish Embassy Celebrates SheSTEM 2024 Launching Youth-Led Solutions for a Sustainable Future

Atal Innovation Mission, Swedish Embassy Celebrates SheSTEM 2024 Launching Youth-Led Solutions for a Sustainable Future

માત્ર એક સ્પર્ધાથી વધુ, SheSTEM 2024એ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સ્ટેમ ( Atal Innovation Mission ) વિષયો સાથે જોડાવા અને વૈશ્વિક સ્થિરતા પ્રયત્નોમાં ફાળો આપવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે. આ કાર્યક્રમમાં સહયોગ અને ટીમ વર્કના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે આજના પડકારોનું સમાધાન કરવામાં સામૂહિક નવીનતાની શક્તિ પર ભાર મૂકે છે.

ભારતમાં સ્વીડનના ( Swedish Embassy ) રાજદૂત, જેન થેસ્લેફે શેસ્ટેમ 2024ની અસર પર તેમના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું હતું કે, “નવીનતા અને સહયોગ એક ટકાઉ વિશ્વના મૂળમાં છે, એક એવું વિશ્વ છે જે પોતાને જાળવવા માટે સખત મહેનત કરી રહ્યું છે. શેસ્ટેમ 2024એ યોગ્ય દિશામાં એક પગલું છે જે આગામી પેઢીને ઉર્જા સંગ્રહ અને તકનીકીઓ માટે નવીનતા અને ઉકેલો બનાવવા માટે પ્રેરણા આપવા માટે મદદ કરે છે. મને ખુશી છે કે આ વર્ષે શેસ્ટેમ ચેલેન્જ ઇન્ડિયા-નોર્ડિક બેટરી એન્ડ એનર્જી સ્ટોરેજ ટેકનોલોજીસ પ્રોજેક્ટનો ભાગ છે, જે નોર્ડિક ભાગીદારોને શૈક્ષણિક સંસ્થાઓ, વેપાર અને સરકારમાં ભારત સાથે ભાગીદારીના ક્ષેત્રો શોધવા માટે એકમંચ પર લાવશે.”

આ સમાચાર પણ વાંચો : International Day of Persons with Disabilities: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા પ્રદાન, કહ્યું ‘દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે..’

અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ)ના મિશન ડિરેક્ટર, ડો. ચિંતન વૈષ્ણવે આ કાર્યક્રમના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “એઆઈએમને શેસ્ટેમ 2024, યુવા પ્રતિભા, નવીનતા અને ભારતના વિદ્યાર્થીઓની અસીમ સંભાવનાઓનો ઉત્સવ હોવાનો ગર્વ છે. આ વર્ષનો પડકાર, ઊર્જા સંગ્રહ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે કેટલાક સૌથી વધુ દબાણયુક્ત વૈશ્વિક પડકારોને સીધી રીતે સંબોધિત કરે છે. આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને સામેલ કરીને, અમે માત્ર ભવિષ્યના સ્ટેમ લીડર્સને જ પ્રોત્સાહન આપી રહ્યા નથી, પરંતુ તેમને ટકાઉ અને ટેકનોલોજી-સંચાલિત વિશ્વને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે પણ સશક્ત બનાવી રહ્યા છીએ.”

Atal Innovation Mission, Swedish Embassy Celebrates SheSTEM 2024 Launching Youth-Led Solutions for a Sustainable Future

શેસ્ટેમ 2024ની સફળતા યુવાનોની આગેવાની હેઠળની નવીનતાની અવિશ્વસનીય સંભવિતતા અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં STEM શિક્ષણ જે મુખ્ય ભૂમિકા ભજવે છે તેના પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમે યુવા માનસને તેમની ચાતુર્ય દર્શાવવા માટે મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, અને AIM વિચારકો, સર્જકો અને નેતાઓની આગામી પેઢીને ટેકો આપવા અને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદીએ લોહપુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, દેશવાસીઓને ‘એકતાના શપથ’ લેવડાવ્યા.
Exit mobile version