Site icon

અટલ પેનશન યોજના સંદર્ભે મોટા સમાચાર – સરકારે લીધો આ મોટો નિર્ણય- હવે બંધ થશે આ સ્કીમ- પણ કોની માટે- જાણો વિગતવાર

 News Continuous Bureau | Mumbai

જો તમે પણ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તમે પણ આ સરકારી યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર છે. આવતા મહિનાથી સરકાર આ સ્કીમ (Government Scheme) માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ યોજના ઓક્ટોબર મહિનાથી ઘણા લોકો માટે બંધ થઈ રહી છે એટલે કે હવે દેશના ઘણા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે.

Join Our WhatsApp Community

ઓક્ટોબર 2022થી લાગૂ થશે નિયમ

ઉલ્લેખનીય છે કે અટલ પેન્શન યોજનાના નવા નિયમો હેઠળ ઇનકમ ટેક્સ(Income tax) ભરનારા લોકો આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં. આ સરકારી સ્કીમનો નવો નિયમ ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ફોલ્ટી બ્રીજ કે પછી સીટ બેલ્ટ ન પહેરવો- ફોરેન્સીક ટીમે સાયરસની મોત માટે આ કારણ આગળ ધર્યું

ટેક્સપેયર(Taxpayer) 30 સપ્ટેમ્બર સુધી લઈ શકશે લાભ

આવી સ્થિતિમાં જો તમે પણ ટેક્સપેયર છો અને આ સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો, તો તમારી પાસે માત્ર સપ્ટેમ્બર મહિનાનો સમય છે. આવતા મહિનાથી તમે તેનો લાભ લઈ શકશો નહીં. ટેક્સપેયર 30 સપ્ટેમ્બર સુધી આ યોજનાનો લાભ લઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : મોટો ખુલાસો- દેશની 33 ટકા મહિલાઓ નથી કરતી રોકાણ- જાણો ક્યા રોકે છે રૂપિયા

પહેલાથી ઓપન એકાઉન્ટ ચાલતા રહેશે

ઉલ્લેખનીય છે કે જેમણે પહેલેથી એકાઉન્ટ ખોલાવ્યું છે, તેમને આ યોજનાનો લાભ મળતો રહેશે. જો અટલ પેન્શન યોજના એકાઉન્ટ 1 ઓક્ટોબર પછી ખોલવામાં આવે છે, અને જો તે વ્યક્તિ પહેલેથી જ ઇનકમ ટેક્સ ચૂકવતો હોય, તો તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

આ સ્કીમનો લાભ કોઈ લઈ શકે છે

18-40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક તેનો લાભ લઈ શકે છે. જો તમે પણ પેન્શનનો લાભ લેવા માંગતા હોવ, તો તમે તેમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ઉપરાંત આ સ્કીમમાં તમને ઇનકમ ટેક્સની કલમ 80CCD હેઠળ કર મુક્તિનો લાભ મળે છે.

આ સમાચાર પણ વાંચો : કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે

ક્યાથી ઓપન કરાવી શકો છો એકાઉન્ટ

કેન્દ્ર સરકારે પહેલા આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી, પરંતુ પછી તેની લોકપ્રિયતાને જોતા સરકારે તેને 18 વર્ષથી 40 વર્ષ સુધીના તમામ લોકો માટે ખોલી દીધી હતી. આ યોજનામાં જોડાવા માટે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી એકાઉન્ટ ખોલાવી શકો છો.

India Taxi: ઓલા-ઉબેરની દાદાગીરીનો અંત! સરકાર લાવી ‘ભારત-ટેક્સી’, કમિશન ઘટશે અને ભાડું પણ સસ્તું થશે, જાણો કેવી રીતે?
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Air India: ભાષાનો વિવાદ એર ઇન્ડિયા માં: ‘મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત!’ – ફ્લાઇટમાં મહિલાનો બિઝનેસમેન સાથે ઝઘડો, જુઓ વીડિયો
Bus accident: ”ચારે તરફ ધુમાડો અને ચીસો…’ બસ દુર્ઘટનામાં બચી ગયેલા મુસાફર (U-7)નો હૃદયદ્રાવક અનુભવ, સાંભળીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version